Supreme Court Will do Hearing On Article 370 On 15th September
  • Home
  • Featured
  • કલમ 370ને લઇને આવતીકાલે સુપ્રીમ કૉર્ટ કરશે સુનાવણી, કૉંગ્રેસનાં આ નેતાએ કરી હતી અરજી

કલમ 370ને લઇને આવતીકાલે સુપ્રીમ કૉર્ટ કરશે સુનાવણી, કૉંગ્રેસનાં આ નેતાએ કરી હતી અરજી

 | 6:26 pm IST

કલમ 370 પર સુપ્રીમ કૉર્ટ સોમવારનાં સુનાવણી કરશે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અરજી દાખલ કરી હતી. આ સાથે જ કૉર્ટ ઘણા અન્ય પાર્ટી નેતા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારનાં જ સુનાવણી કરશે. જમ્મુ-કાશ્મીર પર નરેન્દ્ર મોદી સરકારનાં ઐતિહાસિક નિર્ણયનો કૉંગ્રેસ, આરજેડી સહિતની વિરોધ પક્ષની અનેક પાર્ટીઓએ વિરોધ કર્યો હતો.

ગુલામ નબી આઝાદ ઉપરાંત નેશનલ કૉન્ફરન્સે પણ અરજી દાખલ કરી હતી

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત નેશનલ કૉન્ફરન્સે પણ અરજી દાખલ કરી હતી. તો 3 અરજી રાષ્ટ્રપતિનાં આદેશથી કલમ 370ને સંવિધાનમાં એક મૃત પત્ર બનાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. નેશનલ કૉન્ફરન્સનાં નેતા મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કૉર્ટથી કલમ 370 પર રાષ્ટ્રપતિનાં આદેશને જમ્મુ-કાશ્મીરમાં ‘અસંવૈધાનિક, અમાન્ય અને નિષ્પ્રભાવી’ જાહેર કરવાનાં સંબંધમાં નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે.

કલમ 370ને લઇને કૉર્ટમાં દાખલ અન્ય અરજીઓ કર્ફ્યૂ અને ક્ષેત્રમાં તેના પરિણામ સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: ગોધરાના પથ્થર તલાવડી વિસ્તારમાં ગળાડૂબ પાણીમાં ડૂબેલા ઘરમાં રહેતા લોકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન