Supreme Denied To Give Order For J&K Said Nothing Can Be Done
  • Home
  • Featured
  • સુપ્રીમે પુછ્યું જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ ક્યાં સુધી? તો સરકારે આપ્યો મહત્વનો જવાબ

સુપ્રીમે પુછ્યું જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ ક્યાં સુધી? તો સરકારે આપ્યો મહત્વનો જવાબ

 | 3:54 pm IST

જમ્મૂ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા નિયંત્રણો વચ્ચે આજે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે પ્રદેશમાં લગાવવામાં આવેલા નિયંત્રણોને લઈને કોઈ જ દેશ નહીં આપે. સરકારને રાજ્યની સ્થિતિઓને સામાન્ય બનાવવા માટે હજી વધારે સમય આપવાની જરૂર છે, જેથી લગાવવામાં આવેલા નિયંત્રણોને લઈને કોઈ પણ પ્રકારના આદેશ નહીં આપવામાં  આવે. 

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફ્યૂ હટાવવા તથા કોમ્યુનિકેશન સેવા યથાવત કરવાની માંગની કરનારી જનહીત અરજી પર સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને સવાલ કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમ્માં હજી કેટલા દિવસ નિયંત્રણો રહેશે? જવાબમાં એટર્ની જનરલે કહ્યું હતું કે, સરકાર પળે-પળની પરિસ્થિતો પર નજર રાખી રહી છે. 2016માં આ પ્રકારની સ્થિતિને સામાન્ય થવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો, તેવામાં સરકારનો જેમ બને તેમ જલ્દી સ્થિતિ સામાન્ય બને તેવા પ્રયાસો કરી રહી છે.

રાજ્યનો મામલો સંવેદનશીલ

અરજીકર્તાની કાશ્મીરમાં નિયંત્રણોને હટાવી લેવાની અરજી પર કોર્ટે કહ્યું હતું કે, સરકારને જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પુરતો સમય આપવો જોઈએ. આજે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી હતી, હવે જો આ સ્થિતિમાં અહીં કંઈક થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેત? કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રાજ્યનો મામલો અત્યંત સંવેદનશીએલ છે અને સરકારને સ્થિતિ સામાન્ય બનાવવા માટે વધારે સમય આપવો જોઈએ. કોર્ટ પ્રશાસનના દરેક નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.

સ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ

અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, સરકાર નિયમીત રીતે સ્થિતિની જાણકારી મેળવી રહી છે અને સ્થિતિ સામાન્ય બને તેની રાહ જોવી જોઈએ. જોકે કોર્ટે એમ પણ જણાવ્યું છે કે, જો સ્થિતિ સામાન્ય ના બને તો અરજીકર્તા આ મામલે ફરી અમારૂ ધ્યાન દોરરી શકે છે અને તે દરમિયાન આ બાબતે ધ્યાન આપીશું.

સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ આપી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિની નિયમિત રીતે દરરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે અને પ્રદેશમાં કોઈ પણ માનવાધિકારનું હનન નથી થઈ રહ્યું. અદાલતે આ મામલે સિનાવની 2 સપ્તાહ માટે ટાળતા કહ્યું છે કે, સરકારને આ મામલે પુરી આઝાદી સાથે કાર્યવાહી કરવાની છુટ મળવી જોઈએ. લોકોએ સરકાર પર વિશ્વાર કરવો પડશે.

આ વીડિયો પણ જુઓ

આર્મી ચીફ બિપીન રાવતનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન