સુપ્રીમે પેરોલ પરના કેદીઓને છોડી મૂકવાની વિચારણા માટે ૧ પેનલ બનાવવા કર્યો આદેશ - Sandesh
  • Home
  • India
  • સુપ્રીમે પેરોલ પરના કેદીઓને છોડી મૂકવાની વિચારણા માટે ૧ પેનલ બનાવવા કર્યો આદેશ

સુપ્રીમે પેરોલ પરના કેદીઓને છોડી મૂકવાની વિચારણા માટે ૧ પેનલ બનાવવા કર્યો આદેશ

 | 1:45 am IST

। નવી દિલ્હી ।

કોવિડ ૧૯ના નિયંત્રણના પ્રયાસના ભાગરૂપે સાત વર્ષથી પેરોલ પર રહેલા કેદીઓને છોડી મૂકવા અંગે વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને સંઘપ્રદેશને ઉચ્ચસ્તરની પેનલ રચવા માટે આદેશ કર્યો છે.

બેન્ચે વધુમાં એવું પણ સૂચન કર્યું છે કે મહત્તમ સાત વર્ષની સજા થઇ શકે એવા ગુના માટે ટ્રાયલની રાહ જોઇ રહેલા કાચા કામના કેદીઓને પણ એ લાભ મળે. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, અંડર ટ્રાયલ રિવ્યૂ કમિટી દર અઠવાડિયે મળવી જોઇએ.મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેના નેતૃત્વ હેઠળની આ બેન્ચે આ ઉચ્ચ સ્તરીય પેનલમાં કોનો સમાવેશ કરવો એ અંગે પણ નિર્દેશ કર્યો છે.બહારથી કોરોનાનો ચેપ લાગી શકે એવી સંભાવનાને વિચારણામાં લઇને બેન્ચે એવો નિર્દેશ કર્યો હતો કે હવે પછી કાચા કામના કેદીઓને કોર્ટ સમક્ષ રજુ કરવા નહીં અને તમામ કામો માટે વીડિયો કોન્ફ્રન્સિંગનો ઉપયોગ કરવો. સામાજિક અંતર રહે એ માટે ડિકન્ઝેસ્ટન સિવાય કેદીને એક જેલથી બીજી જેલમાં લઇ જવા માટે પણ પ્રતિબંધ મૂક્યો છે અને માંદા કેદીઓને તબીબી સુવિધા પૂરી પાડવા પણ કહ્યું છે. સંક્રમણની સંભાવના હોય તો તેના માંદા કેદીને નોડલ મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં શિફ્ટ કરવા માટે વિલંબ નહીં કરવા પણ અદાલતે જણાવ્યું હતું. કાચા કામના કેદીઓ સહિત કેદીઓમાં શક્ય હોય એટલું અંતર રહે એ જાણવવા સૂચન કર્યું છે. તબીબી નિષ્ણાતો સાથે મળીને જેલમાં રિસ્પોન્સ પ્લાન ઘડી કાઢવા માટે પણ આદેશ આપ્યો હતો.

આઇસોલેશન વોર્ડ શરૂ કરવા સહિતનાં સૂચનો પણ કર્યા

એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે જેલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવો, નવા કેદીઓને ક્વોરેન્ટિન કરવા, તબીબી સુવિધા મળવી જોઇએ, કેદીઓનું પ્રાથમિક પરીક્ષણ થવું જોઇએ, પ્રવેશ દ્વારે સ્ટાફ અને બીજી સેવા પૂરી પાડનારાઓનું સ્કેનિંગ કરવું, જેલ કેમ્પસ, વોર્ડોનું સેનિટાઇઝેશન અને સ્વચ્છતા પણ થવી જોઇએ, માસ્ક પૂરા પાડવા, કેદીઓ સાથેની મુલાકાત મર્યાદિત કરવી અને જુથમાં થતી કામગીરી અટકાવી દેવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;