સતત ત્રીજી વાર પરમાણુની રિલીઝ ટળી : જોન નારાજ થયો  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સતત ત્રીજી વાર પરમાણુની રિલીઝ ટળી : જોન નારાજ થયો 

સતત ત્રીજી વાર પરમાણુની રિલીઝ ટળી : જોન નારાજ થયો 

 | 2:44 am IST

થિયેટરોમાં અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મો આવીને લાંબો સમય પસાર થઇ ગયો છે. જોન અભિનીત ફિલ્મ પરમાણુ બનીને તૈયાર છે પરંતુ તેની રિલીઝ ડેટ આઘી પાછી થતાં અભિનેતા મેકરો પર નારાજ થઇ ગયો છે. સતત ત્રીજી વાર ફિલ્મ પરમાણુની રિલીઝ ડેટ પાછી ઠેલાઇ ગઇ છે. બોક્સ ઓફિસ પર બિગ કલેક્શને ટાળવા માટે ફિલ્મ મેકરો ફિલ્મની રિલીઝને પાછળ ધકેલી રહ્યા છે. ફિલ્મ પરમાણુ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ આ જ તારીખે અભિનેત્રી રાની મુખરજી અભિનીત ફિલ્મ હિચકી અને ફિલ્મ મેકર વાસુ ભગનાનીની પહેલી થ્રીડી કોમેડી ફિલ્મ બૂમબૂમ ઇન ન્યૂયોર્ક થિયેટરોમાં આવવાની છે.