Google, Microsoft અને Yahooની આ કારણે સુપ્રિમ કોર્ટે કાઢી ઝાટકણી

529

સુપ્રિમ કોર્ટે દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનિઓ-ગૂગલ, યાહૂ અને માઈક્રોસોફ્ટને લીંગ પરીક્ષણની એક બાબતમાં ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટેને આ બાબતે જાણ્યું છે કે, આ ત્રણેય કંપનીઓ ભારતીય કાયદાનું કદર કરતી નથી. કોર્ટે લીંગ પરીક્ષણ સાથે જોડાયેલા કન્ટેન્ટને પ્રતિબંધિત કરવા માટે આ કંપનિઓને એક ઈન્ટર્નલ એક્સપર્ટ પેનલ બનાવવાનું કહ્યું છે, જે ગર્ભમાં ઉછરી રહેલ બાળકના લિંગની તપાસ સાથે જોડાયેલા આપત્તિજનક શબ્દોને ઓળખીને તેની સાથે જોડાયેલા કન્ટન્ટને પબ્લીશ થતાં રોકી શકે.

કોર્ટે બીજા દેશોનો ઉદાહરણ આપીને કન્ટેન્ટને બેન થવાનો ઉદાહરણ આપતા ગૂગલ, યાહૂ અને માઈક્રોસોફ્ટને ભારતીય કાયદા પ્રતિ જવાબદાર થવાની વાત કહી હતી. કોર્ટે જણાવ્યું  કે, જ્યારે બીજા દેશોમાં આ કન્ટન્ટ પર પ્રતિબંધ આવી શકે છે તો ભારતમાં કેમ ના આવી શકે.

એક પિટિશનની સુનવણી દરમિયાન કોર્ટે ત્રણ કંપનીઓને કહ્યું કે, તમે કોઈ દેશના કાયદાનું ઉલ્લંઘન ના કરી શકો. ભારતીય કાનૂનના પ્રતિ તમારે જવાબદાર બનવું પડશે. કોર્ટની આ ટિપ્પણી બાદ બધી જ કંપનીઓના વકિલોએ કોર્ટને વિશ્વાસ અપાવ્યો કે, તેઓ દરેક પરિસ્થિતિમાં ભારતીય કાનૂનનો સન્માન અને પાલન કરતાં રહેશે.

ગૂગલ તરફથી હાજર એક વકિલે કહ્યું કે, અમે પહેલા જ ઘણી બધી આપત્તિજનક સામગ્રી હટાવી દીધી છે.