સુરજ બરજાત્યા ફરી બનાવશે બિગ બજેટ ફિલ્મ - Sandesh

સુરજ બરજાત્યા ફરી બનાવશે બિગ બજેટ ફિલ્મ

 | 12:46 am IST

રાજશ્રી પ્રોડક્શનના કરતાદારતા સુરજ બરજાત્યાએ છેલ્લે ફિલ્મ પ્રેમ રતન ધન પાયો બનાવી હતી, આ ફિલ્મે ૨૦૦ કરોડ ઉપર કમાણી કરી હતી, જો કે આ ફિલ્મથી સલમાન ખાન અને સુરજ બંનેને હજી વધારે કમાણેની આશા હતી, બરજાત્યા હાઉસ એ જ હાઉસ છે જેમણે સલમાનને પ્રેમ તરીકે પ્રચલિત કર્યો છે, અને મૈંને પ્યાર કીયાથી લઇને વિવાહ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે તેમની છેલ્લી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને ક્રિટીકલી ઘણો ફટકાર મળ્યો હતો, વળી દર્શકોએ પણ ફિલ્મને ખાસ પસંદ નહોતી કરી, અલબત્ત ફિલ્મમાં સલમાન હોવાને કારણે અને ફિલ્મ દિવાળીની રજાઓમાં રિલીઝ થઇ હોવાને કારણે તેની કમાણી ૨૦૦ કરોડને આંબી ગઇ હતી, પરંતુ ફિલ્મ સુરજની બીજી ફિલ્મોની સરખામણીએ ઘણી નબળી હતી. પ્રેમ રતન ધન પાયો બનાવ્યા બાદ સુરજ થોડા સમય માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયો હતો. હવે સમાચાર છે કે રાજશ્રી પ્રોડક્શન નવી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે, સુરજ પાસે આ ફિલ્મની વાર્તા રેડી છે. જો કે ફિલ્મમાં કેવી વાર્તા હશે તે હજી સુધી બહાર નથી પડાયુ, પરંતુ રાજશ્રી પ્રોડક્શનના નજીકના સુત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ ચાર લોકોના જીવન અને તેમના એકબીજાના સંબંધ ઉપર બનશે. ફિલ્મમા ચાર કલાકાર લીડ રોલમાં હશે, તે કોણ હશે તે તો આગામી સમય જ જણાવી શકશે.