સુરતના ૧૧ સહિત ૨૩ મુમુક્ષુઓ એક સાથે પાલિતાણામાં દીક્ષા અંગિકાર કરશે  - Sandesh
NIFTY 10,154.20 +0.00  |  SENSEX 33,033.09 +0.00  |  USD 64.8800 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સુરતના ૧૧ સહિત ૨૩ મુમુક્ષુઓ એક સાથે પાલિતાણામાં દીક્ષા અંગિકાર કરશે 

સુરતના ૧૧ સહિત ૨૩ મુમુક્ષુઓ એક સાથે પાલિતાણામાં દીક્ષા અંગિકાર કરશે 

 | 3:44 am IST

સુરત, તા. ૯

જૈન સમુદાયમાં દીક્ષાનગરી તરીકે ઓળખાતા સુરતના સંખ્યાબંધ મુમુક્ષુઓ દર વર્ષે દીક્ષા અંગિકાર કરીને સંયમમાર્ગે પ્રયાણ કરે છે. દીક્ષા અંગિકારનો આ સિલસિલો અકબંધ રાખતા સુરતના ૧૧ સહિત ૨૩ મુમુક્ષુઓ એક સાથે સામૂહિક દીક્ષા મહોત્સવમાં દિક્ષા અંગિકાર કરશે. તીર્થધામ પાલિતાણામાં ગચ્છાધિપતિ પુણ્યપાલ સૂરીશ્વરજી, આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૨૩ મુમુક્ષુઓના સામૂહિક દીક્ષા મહોત્સવનો આરંભ થઇ ચૂક્યો છે. ૧૮ મી સુધી યોજાનારા દીક્ષા મહોત્સવમાં કાર્યક્રમોની વણઝાર વચ્ચે સુરતના ૧૯થી ૫૨ વર્ષની ઉંમર સુધીના ૪ ભાઇઓ અને ૭ બહેન મુમુક્ષુઓ સંયમમાર્ગે પ્રયાણ કરશે.

પાલિતાણામાં યોજાયેલા સામૂહિક દીક્ષા મહોત્સવમાં ૨૩ મુમુક્ષુઓની સાથે જ ચાર જૈન મુનિઓને આચાર્યની પદવી પણ એનાયત કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી તડામાર તૈયારીઓ બાદ જૈનશાસનના ઇતિહાસમાં પ્રથમવાર ચાર ગતિમાં ચક્રવ્યૂહની અનોખી અનુભૂતિ કરાવતો અલગ વિભાગ બનાવાયો છે. ૧૮ મી સુધી ચાલનારા મહોત્સવમાં આગમવાંચના સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫થી ૭ મી સુધીમાં ૬ દીક્ષા બાદ હવે ૮થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન વાંચના પ્રદાન થશે. જ્યારે ૧૬થી ૧૮ ડિસેમ્બર સુધી ૧૭ દીક્ષા અને ૧૮ મીના રોજ ચાર મુનિવરોને આચાર્યની પદવી એનાયત કરાશે. મહોત્સવ માટે બનાવાયેલો ૨૫ ફૂટ ઊંચો ર્કિિતસ્તંભ દીક્ષાનો સંદેશ આપશે.

;