સુરતમાં જન્મદિવસે જ 13 વર્ષીય તરૂણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા તર્કવિતર્ક - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં જન્મદિવસે જ 13 વર્ષીય તરૂણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા તર્કવિતર્ક

સુરતમાં જન્મદિવસે જ 13 વર્ષીય તરૂણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા તર્કવિતર્ક

 | 11:12 am IST

સચિનમાં રહેતી તરુણીએ ફેક્ટરી ક્વાર્ટ્સના બીજા માળે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જન્મદિન હોવાથી પિતાએ તેણીને નવા કપડાં લઇ આપ્યા હતા. જોકે, બપોરે તેણીએ અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર ચંદ્રીકાપ્રસાદ સાંકેટ સચિન જીઆઇડીસી ખાતે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. ઉપરાંત ફેક્ટરીના સ્ટાફ ક્વાર્ટ્સમાં જ પરિવાર સાથે રહે છે. દરમિયાન ગતરોજ તેમની 13 વર્ષીય પુત્રી દુર્ગાવતીનો જન્મદિવસ હતો.

પુત્રીનો જન્મદિવસ હોવાથી તેણીને નવા કપડાં અપાવી કામ અર્થે ફેક્ટરી પર ગયા હતા, એટલું જ નહીં દુર્ગાવતીનો જન્મ દિવસ હોવાથી તેણીની બહેનપણીઓ સાંજે ઘરે આવવાની હતી, પરંતુ બપોર વાંચવા માટે ઘરના પહેલા માળે ગયેલી દુર્ગાવતીએ અગમ્ય કારણોસર છતની હૂક સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બહાર જવાનું હોવાથી માતાએ તેણીને બૂમો પાડતા તેણી રૃમ ખોલ્યો ન હતો. દરમિયાન ઘરની પાછળના ભાગે આવેલી બારીમાંથી જોતાં તેણી લટકતી હાલતમાં જોવા મળી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. જન્મદિવસે જ પુત્રીએ જીવનલીલા સંકેલી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાય ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન