Surat A child fell from the fourth floor while watching a cartoon on the phone while sitting in the window
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો: બારીમાં બેસીને ફોનમાં કાર્ટૂન જોતા બાળકનું ચોથા માળેથી પટકાતાં મોત

દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો: બારીમાં બેસીને ફોનમાં કાર્ટૂન જોતા બાળકનું ચોથા માળેથી પટકાતાં મોત

 | 7:46 am IST
  • Share

લિંબાયત, પ્રતાપનગર ખાતેના એક એપાર્ટમેન્ટના ચોથા માળે બારીમાં બેસી મોબાઈલ ફોનમાં કાર્ટુન જોતા નીચે પટકાયેલા બે વર્ષીય બાળકનું સોમવારે હોસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ મોત નીપજતા માતા-પિતા ઘેરા શોકમાં ડૂબી ગયા છે. માસુમની માતા તેને મોબાઈલ ફોન આપી બાથરૃમમાં ગયા બાદ આ ઘટના બની હતી. દરમિયાન સોમવારે બાળક ચોથા માળે બારીમાંથી નીચે પડવાની ઘટનાના વિચલીત કરતા સીસીટીવી ફૂટેઝ વાઈરલ થયા હતા.

આ કરૃણ બનાવની મળતી માહિતી મુજબ મુળ બિહારનો વતની વસીમ અંસારી પરિવાર સાથે લિંબાયત, પ્રતાપનગર ખાતેના એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહે છે. મજૂરી કામ કરી પરિવારનું પેટીયું રળતા વસીમને સંતાનમાં બે વર્ષનો પુત્ર વારીસ હતો. ગત તા. ૧૧મીએ વસીમ નોકરીએ જતો રહ્યો હતો. જ્યારે ઘરમાં તેની પત્ની અને પુત્ર વારીશ એકલા હતા.

દરમિયાન સાંજે પાંચેક વાગ્યાના અરસામાં માતાએ વારીસને મોબાઈલ ફોનમાં કાર્ટુન લગાવી આપી તેને રમવા માટે બારીમાં બેસાડી બાથરૃમમાં ગઈ હતી. બારી સ્લાઈડરવાળી હોય કોઈક રીતે ખુલી જતા મોબાઈલ ફોનમાં કાર્ટુન જોવામાં મશગૂલ વારીસ નીચે પડી ગયો હતો.

બાથરૃમમાંથી બહાર આવેલી માતાને પુત્ર નીચે પટકાયો હોવાની જાણ થતાં હેબતાઈ ગઈ હતી. વારીસને ગંભીર હાલતમાં લાલદરવાજાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સોમવારે આ ઘટનાના સીસીટીવી ફૂટેઝ વાઈરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો