સુરત: પારસી સમાજનાં અંતિમવિધિનું દમખુ તોડી નાખતા રોષ, બેની ધરપકડ - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: પારસી સમાજનાં અંતિમવિધિનું દમખુ તોડી નાખતા રોષ, બેની ધરપકડ

સુરત: પારસી સમાજનાં અંતિમવિધિનું દમખુ તોડી નાખતા રોષ, બેની ધરપકડ

 | 10:21 pm IST

પીપલોદમાં આવેલું પારસીઓનું દખમું અને બંગલી તોડી નાંખવાના પ્રકરણમાં રખેવાળ અને બિલ્ડરની ધરપકડ કરાઇ છે. પારસી પંચાયત ટ્રસ્ટની એસવીએનઆઇટી પાસે આવેલી જગ્યામાં અંતિમવિધિ માટેનું દખમું -કૂવો (ટાવર ઓફ સાયલેન્સ) તથા બંગલી હતી. આ જગ્યાની રેખાવાળી માટે રાખવામાં આવેલા ધીરૃભાઇ નાયકા દ્વારા આ જગ્યાના કબજા બાબતે કોર્ટમાં દાવો કરતાં લવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સસરા જમાઇએ જગ્યાનો કબજો બિલ્ડર હિરેન અને અશ્વિન વીરડિયાને વેચી દીધો હતો.

જગ્યામાં કાનૂની પ્રકરણો ચાલતાં હોવા છતાં ત્યાંથી પારસીઓ માટે અસાધારણ ધાર્મિક મહાત્મ્ય ધરાવતી મિલકતો દૂર કરવા કારસો રચાયો હતો. ઓગણીસમી જાન્યુઆરીએ પારસી પંચાયતની જગ્યામાં આવેલું દખમું અને બંગલીની તોડફોડ કરાવવા માંડી હતી. આ તોડફોડ રખેવાળ ધીરૃભાઇ નાયકા, તેમના જમાઇ જિતેન્દ્ર પટેલ તથા બિલ્ડર અશ્વિન લાલજીભાઇ વીરડિયા તથા હિરેન વીરડિયાએ કરાવ્યું હોવાનું બહાર આવતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

ઉમરા પોલીસે આ પ્રકરણે મંગળવારે અશ્વિન વીરડિયા (રહે. જય ગંગેશ્વર સોસાયટી, હીરાબાગ વરાછા) તથા રખેવાળના જમાઇ જિતેન્દ્ર મધુસૂદનભાઇ પટેલ (રહે. પારસી ભસ્તો, મયૂર સોસાયટી સામે, ઇચ્છાનાથ, પીપલોદ)ની ધરપકડ કરી હતી. આ બે ઉપરાંત પોલીસે ધીરૃ ભગુભાઇ નાયકા અને હિરેન લાલજીભાઇ વીરડિયા (રહે, જય ગંગેશ્વર નગર, વરાછા)ની ધરપકડ કરી છે.