સુરત: સેનેટરી પેડ સાથે ડિઝાઇન કરાયેલા ગાર્મેન્ટ્સનો અનોખો ફેશન શો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: સેનેટરી પેડ સાથે ડિઝાઇન કરાયેલા ગાર્મેન્ટ્સનો અનોખો ફેશન શો

સુરત: સેનેટરી પેડ સાથે ડિઝાઇન કરાયેલા ગાર્મેન્ટ્સનો અનોખો ફેશન શો

 | 10:01 am IST

સુરત ખાતે સેનેટરી પેડ સાથે ડિઝાઇન કરાયેલા ગાર્મેન્ટ્સનો ફેશન શો યોજાયો હતો. ઉપરાંત પ્રથમ વખત મોડલની જગ્યાએ ડ્રોન કેમેરાએ પર્સનું બ્રાન્ડિંગ કર્યું હતુ. મોડેલની જગ્યા પર ડ્રોન કેમેરા રેમ્પ વોક કરતા નજરે આવ્યા હતા. ખુબસુરત મોડલ્સ રેમ્પ પર વોક કરતી નજરે આવી રહી હતી.

આ કોઈ સામાન્ય ફેશન શો ન હતો. પરંતુ મહિલાઓની પિરિયડ્સ સંબંધિત સમસ્યાઓ દર્શાવવા પ્રથમવાર સેનેટરી પેડ સાથે ડિઝાઇન કરાયેલા ગાર્મેન્ટના ફેશન શોનું ભારતમાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફેશન શોનો ઉદ્દેશ્ય મહિલામાં સમાયેલી શક્તિનો સંદેશ આપવાનો હતો.

ગ્લેમરથી છલોછલો આ કાર્યક્રમમાં 50થી વધારે ડિઝાઇનરોએ પોતાના શ્રૈષ્ઠ પરિધાનોની રજૂઆત કરી હતી. આઇએફએસ ફેશન એવોર્ડનો ઉદ્દેશ્ય ઉભરતા ડિઝાઇનરોને પ્લેટફોર્મ પુરું પાડવાનો અને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપવાનો છે.

આઇએફએસ એવોર્ડમાં ડિઝાઇનર દ્વારા નવિનતમ કલેક્શનની નોંધ લેવાઇ હતી જેની ફેશન ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઉલ્લેખનિય અસર પડે છે અને ભવિષ્યના ગ્લોબલ ફેશનના કદને વ્યાખ્યાયિત કરે છે. આ ફેશન શોમાં અગ્રણી ફેશન બ્રાન્ડ, ફેશન ઉદ્યોગના એક્સપર્ટસ અને સમગ્ર દેશભરમાંથી સ્ટાઇલ ગુરુ હાજર રહ્યાં હતા.