સુરત મનપાની ચૂંટણીમાં AAPના આશ્ચર્યજનક પ્રદર્શન બાદ કેજરીવાલની મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો તમામ લોકો માટે આશ્ચર્યજનક રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનું દિલ્હી મોડલને સુરતની જનતાએ વધાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોનો ઝળહળતો વિજય બાદ અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સુરતમાં એક રોડ શો કરવાની જાહેરાત કરી છે. સુરતમાં આપના 27 ઉમેદવારની જીત થતા જીતની ઉજવણી કરવા તેઓ ગુજરાતમાં આવશે અને સુરતમાં ભવ્ય રોડ શો કરશે.
અત્રે નોંધનીય છે કે સુરત મહાનગર પાલિકામાં 120 સીટો છે, તેમાંથી આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 સીટો પર કબજો મેળવીને ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યારે ભાજપને 93 સીટો મળી છે. જ્યારે સુરતમાં હાર્દિક પટેલ ફેક્ટર અસફળ રહ્યું છે અને કોંગ્રેસ એક પણ સીટ મેળવી શક્યું નથી.
સુરતના ઘણા એવા વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ 10થી 20 હજાર મતોની લીડ બનાવી છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ લીડ મોટી માનવામાં આવે છે. વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીના ઉમેદવારે મોટી જીત હાંસલ કરી છે. જ્યારે વોર્ડ નંબર 2,4,5,6 અને 16માં પણ તેમના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. પાસની એક વધુ ટિકિટ સુરત શહેર કોંગ્રસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ કારમી હારની જવાબદારી સ્વીકારી પક્ષપ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. 30 વર્ષ પછી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષ નેતા પપન તોગડીયા સહિતના નેતાઓ હારી જતાં કોંગ્રેસ જડમૂળમાંથી પાલિકામાંથી નીકળી ગઈ છે.36 બેઠકો ગત વખતે મળવવનાર કોંગ્રેસ હાલ શૂન્યથી આગળ વધી શકી નથી.
જુઓ આ પણ વીડિયો: સંદેશ ન્યૂઝ સાથે મનીષ સિસોદિયાની ખાસ વાતચીત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન