સુરતમાં બાઇક પર જતા બુટલેગરે દંપતિ સહિત બે વિદ્યાર્થીઓને લીધા અડફેટે, રોડ પર દેશી દારૂની રેલમછેલ - Sandesh
NIFTY 10,552.55 -12.75  |  SENSEX 34,396.93 +-30.36  |  USD 66.0000 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં બાઇક પર જતા બુટલેગરે દંપતિ સહિત બે વિદ્યાર્થીઓને લીધા અડફેટે, રોડ પર દેશી દારૂની રેલમછેલ

સુરતમાં બાઇક પર જતા બુટલેગરે દંપતિ સહિત બે વિદ્યાર્થીઓને લીધા અડફેટે, રોડ પર દેશી દારૂની રેલમછેલ

 | 6:52 pm IST

સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક એક બાઇક સવાર દારૂના ખેપિયાએ બાળકની સારવાર માટે જઇ રહેલા દંપતિ સહિત બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ રોડ ઉપર દારૂની રેલમછેલ થઈ જતાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન્હોતી. ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ખેપિયો ફરાર થઈ ગયો હતો. પોલીસ રસ્તા ઉપર પડેલા દારૂને જપ્ત કરીને ખેપિયાની શોધખોળ આદરી હતી.

bike accident surat

6 માસના પૌત્રને સારવાર માટે લઇ જતા આધેડને લીધા અડફેટે
જાગ્રસ્ત આધેડે જણાવ્યું હતું કે, આજે સવારે અચાનક તેમના 6 માસના પૌત્રની તબિયત બગડતા તેને બાઇક ઉપર વહુ સાથે સારવાર માટે જઇ રહ્યા હતા. ત્યારે ઉઘના ત્રણ રસ્તા પાસે બેફાર્મ દોડતી એક બાઇકે તેમને અડફેટે લીઘા બાદ ધોરણ-12ના બે વિધાર્થીઓને પણ હવામાં ઉદાડી ભાગી છુટ્યો હતો.

અકસ્માતના પગલે દેશી દારૂની રોડ પર રેલમછેલ
જોકે આ દુઘર્ટના બાદ બાઇક સવાર રોડ ઉપર કેટલાક પ્રવાહી વાળા પોટલા સાથે ફેકાઇ જતાં રસ્તા પર દેશી દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં આધેડને હાથના ભાગે સામાન્ય ઇજા થવા પામી હતી. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત ધોરણ બારના વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પહેલી ઘટના નથી, બુટલેગરો દ્વારા અગાઉ પર અકસ્માત સર્જાયા હતાઃ સ્થાનિક
અન્ય એક સ્થાનિક યુવકે જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં વહેલી સવારે દારૂ ભરેલી મોટર સાયકલ સવાર બુટલેગરે આ ઘટના સર્જી હતી , જેમાં બે વિદ્યાર્થીઓ અને આધેડને સામાન્ય ઇજા થવા પામી હતી. જ્યારે છ માસના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. યુવકે વધુમાં ઉમેર્યું હતું કે આ પહેલી ઘટના નથી. પરંતુ વહેલી સવારના બેફામ મોટર સાયકલ હંકારી દારૂની હેરાફેરી કરતા આવા બુટલેગરો દ્વારા અગાઉ પણ અકસ્માત સર્જવામાં આવ્યા છે.