બે લૂંટારુઓએ યુવક પાસેથી 4 લાખ ભરેલી બેગ ઝૂંટવી લીધી, સુરતનો બનાવ - Sandesh
  • Home
  • Gujarat
  • બે લૂંટારુઓએ યુવક પાસેથી 4 લાખ ભરેલી બેગ ઝૂંટવી લીધી, સુરતનો બનાવ

બે લૂંટારુઓએ યુવક પાસેથી 4 લાખ ભરેલી બેગ ઝૂંટવી લીધી, સુરતનો બનાવ

 | 4:53 pm IST

સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલ ઝડફિયા સર્કલ પાસે લૂંટનો બનાવ બન્યો છે. બાઇક પર આવેલા બે ઈસમોએ યુવક પાસેના રોકડા 4 લાખની લૂંટ કરી હતી. અને ગણતરીના સેકન્ડ્સમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

ગુજરાતમાં ક્રાઈમ રેટ ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં સુરત શહેર પણ તેનાથી બાકાત નથી. સુરતમાં હજી 20 કરોડની લૂંટની સ્યાહી સૂકાઈ નથી, ત્યાં લૂંટારુઓએ વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપી છે. કપોદ્રાના ઝડફિયા સર્કલ પાસે લૂંટ બની હતી. મેઈન રોડ પર એક યુવક બેંકમાંથી 4 લાખ રૂપિયા ઉપાડીને પોતાની એક્ટિવા પર જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી બે ઈસમો બાઈક પરથી આવ્યા હતા અને યુવક પાસેની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા. બેગ ઝૂંટવવાના બનાવમાં યુવક એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો.

આ સમગ્ર ઘટના રોડ પાસે આવેલી એક ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. યુવક એક્ટિવા પરથી નીચે પડ્યા બાદ પણ લૂંટારુઓની પાછળ દોડ્યો હતો, પણ લૂંટારુઓને આંબી શક્યો ન હતો. ત્યારે કાપોદ્રા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લૂંટારુઓને શોધવા માટે કેટલાક પોઈન્ટ્સ પર નાકાબંધી પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન