Surat BJP Leader caught for Gambling
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: ભાજપ નેતા સહિત 9 જણા જુગાર રમતા ઝડપાયા, રૂ. 60 હજારથી વધુની મત્તા જપ્ત

સુરત: ભાજપ નેતા સહિત 9 જણા જુગાર રમતા ઝડપાયા, રૂ. 60 હજારથી વધુની મત્તા જપ્ત

 | 6:49 pm IST
  • Share

બાળકોને સારા શિક્ષણની વાત જ ભૂલી જાવ, સુરતમાં શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલ ભાજપનો સભ્ય જુગાર રમતા ઝડપાયો છે. અમરોલી પોલીસે રાકેશ ભીકડીયા સહિત 9 જુગારીઓને રંગેહાથ ઝડપીને 60 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરોલી પોલીસે મળેલી બાતમીના આધારે રવિવારે વરાછા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા અને વરાછા વોર્ડ-2ના ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયા સહિત કુલ 9 જણા જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

હાલ તો અમરોલી પોલીસે જુગારીઓ પાસેથી 60 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્યની વાતો કરનારી નગર શિક્ષણ સમિતિનો સભ્ય જ જુગાર રમતા ઝડપાતા શિક્ષણ જગતમાં પણ હડકંપ મચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા પણ રાકેશ ભીકડીયાનો દારૂ પીતો એક વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં તેને જામીન આપી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન