NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં BJP યુવા મહામંત્રીએ મહિલા કાર્યકરને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી!

સુરતમાં BJP યુવા મહામંત્રીએ મહિલા કાર્યકરને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી!

 | 12:06 pm IST

સુરત શહેર ભાજપના યુવા મોર્ચાના મહામંત્રી મૌલિન ઠાકરે મહિલા કાર્યકરનું લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ પોલીસ કમિશ્નરને થતા ચકચાર મચી ગઇ છે. મહિલા કાર્યકરને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી મૌલિને તરછોડી દીધી હતી અને બાદમાં યુવતીથી છૂટકારો મેળવવા મોબાઇલ નંબર-વોટ્સએપ બ્લોક કરવા સાથે મળતિયાઓ મારફતે એસિડ એટેકે કરવાની પણ ધમકી આપી હતી. પીડિતાએ ભાજપના હોદ્દેદાર સામે સંગીન આક્ષેપો પણ કર્યા હતા. આ ઘટના શહેરના રાજકીય વર્તૂળમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે તો ભાજપ લોબીમાં સોપો પડી ગયો છે.

મળતી વિગતો પ્રમાણે ભાજપની એક સક્રિય મહિલા કાર્યકરે ભાજપના યુવા મોર્ચાના મહામંત્રી મૌલિન ઠાકર સામે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું કે ગત વર્ષ ૨૦૧૧માં કાશ્મીરમાં તિરંગા યાત્રા વખતે યુવતી મૌલિન સાથે સંપર્કમાં આવી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. ગત વર્ષ ૨૦૧૬માં ફેબ્રુઆરી મહિનામાં પીડિતાએ એફબી પર મૌલિનને બર્થડે વિશ કરી હતી. આ શુભેચ્છા પાઠવ્યા બાદ બંને વચ્ચેનો સંબંધ ગાઢ બની ગયો છે. ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયા થકી થતી વાતચીત મુલાકાતમાં પરિણમી હતી અને આ મુલાકાતોએ બંને વચ્ચે પ્રેમના બીજ વાવ્યા હતા.

પીડિતાના આક્ષેપ મુજબ મૌલિને લગ્નની લાલચ આપી ફોસલાવી વારંવાર તેણીનું શારિરીક શોષણ કર્યુ હતુ. પતિની ગેરહાજરી હોય ત્યારે ઘરે આવી મૌલિન સંબંધ બાંધતો હતો. જોકે, ફેબ્રુઆરી ૨૦૧૭ પછી મૌલિને પીડિતા સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો. મળવાનું તો ઠીક ફોન સુદ્ધાં કરતો ન હતો. પીડિતા ફોન કરે તો કોલ રિસિવ કરતો ન હતો. વોટ્સએપ મેસેજ પણ આપતો ન હતો. દરમિયાન મૌલિન સાથેના પ્રેમસંબંધ થકી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. જે અંગે પીડિતાએ મૌલિનને જાણ કરી તો તેને એબોર્શનની વાત કરી હતી. જોકે, પીડિતા ગર્ભવતી હોવાની જાણ થતા જ મૌલિને આ અનૈતિક સંબંધ પર પૂર્ણવિરામ મુકવા હવાતિયા માર્યા હતા. પીડિતાને મળવાનું સંપૂર્ણ બંધ કરી દેવા સાથે મોબાઇલ નંબર તથા વોટસએપ નંબર પણ બ્લોક કરી દીધા હતા.

ઉપરાંત, યેનકેન પ્રકારે પીડિતાને ચૂપ કરાવવા કહો કે તેનાથી છૂટકારો મેળવવા મૌલિન ધાક-ધમકી પણ આપતો હતો. મળતિયાઓ મારફતે પીડિતાના ઘરની બહાર પાણીની બોટલ ફેંકાવી ડરાવતો-ધમકાવતો હતો અને પીછો નહિ છોડે તો એસિડ એટક કરવાની ધમકી પણ મૌલિને આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પીડિતાએ મૌલિન સામે ગંભીર આક્ષેપો કરવા સાથે ભાજપના ટોચના નેતાઓ ધમકાવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

વધુમાં આ ઘટના શહેરના રાજકીય વર્તૂળમાં ચર્ચાનો વિષય બની છે. શહેર કોંગ્રેસે આ મામલે પીડિતાને લઇ આજે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. આ કેસમાં નિષ્પક્ષ રીતે તપાસ કરાવી પીડિતાનું શારીરિક શોષણ કરનાર ભાજપના હોદ્દેદાર સામે કડક પગલાં ભરવા પણ કોંગ્રેસે માંગ કરી હતી. આ ઉપરાંત, ભાજપ વર્તૂળમાં પણ આ ઘટનાને પગલે સોપો પડી ગયો છે.

1
;