સુરતના કારખાનેદારના પુત્રએ કર્યું 4 જણને અંગદાન,2ને મળી રોશની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતના કારખાનેદારના પુત્રએ કર્યું 4 જણને અંગદાન,2ને મળી રોશની

સુરતના કારખાનેદારના પુત્રએ કર્યું 4 જણને અંગદાન,2ને મળી રોશની

 | 10:53 am IST

વરિયાવની કોલેજના બ્રેઇનડેડ વિદ્યાર્થીના અંગદાનથી ચાર જણાને નવજીવન અને બેને રોશની મળી હતી. જ્યારે ગુજરાત, સુરતમાંથી ઇન્ટરસ્ટેટ પીડિયાટ્રિક હૃદય ટ્રાન્સપ્લાન્ટનો બીજો બનાવ બન્યો છે. સુરતથી હાર્ટ હેલિકોપ્ટરમાં માત્ર દોઢ કલાકમાં મુંબઈ મુલુન્ડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયુ હતું અને ત્યાંના ખેડૂત પુત્રમાં ઘબકતું કર્યું હતું. ઇન્ટરકોલેજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા થયા બાદ રિંગ પાસે બેભાન થઈ ગયા બાદ તબીબી સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.

boxer

ત્રણ રાઉન્ડમાં જીતતા ક્વિનને વિજેતા જાહેર કરાયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ વેડરોડ ખાતે રહેતો વરિયાવની સી. જે. પટેલ કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો કિવન રમેશ ઉર્ફે રમણીક ગજેરા (ઉં.વ. ૧૯) અચ્છો બોક્સર હતો. ગત તા. ૮ સપ્ટેમ્બરના રોજ ક્વિન કોલેજનું પ્રતિનિધિત્વ કરતા અમરોલી છાપરાભાઠા ખાતેની શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે ઇન્ટરકોલેજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં ત્રણ રાઉન્ડમાં જીતતા ક્વિનને વિજેતા જાહેર કરાયો હતો. ત્યારબાદ રિંગ પાસે ઊભેલો ક્વિન અચાનક બેભાન થઈ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અહેમનગરના ૧૨ વર્ષીય સુનીલ શેલકેમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
તબીબોએ કરેલી તપાસમાં તેના મગજમાં લોહી ગંઠાઇ ગયું હોવાનું જણાવી એક ગાઠ દૂર કરી હતી. જોકે, ૧૦મીએ તેને તબીબોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. લાઈફ ડોનેટની ટીમના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ એમ્બ્રોઈડરી કારખાનેદાર ક્વિનના પિતા રમેશ ગજેરાને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ તેમણે પુત્રનાં અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો. ક્વિનનું દાનમાં મળેલું હૃદય અહેમનગરના ૧૨ વર્ષીય સુનીલ શેલકેમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે કિડની અમદાવાદના મંજુબેન દસવાણી (ઉ.વ. ૪૫) અને જિતેન્દ્ર મહેતા (ઉં.વ. ૫૯)ને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. આમ, બ્રેઈનડેડ કોલેજિયન બોક્સર યુવાન એવા ક્વિનના અંગદાનથી ચાર જણાને નવજીવન અને બેને રોશની મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન