સુરતઃ યુવકે પંજાબી બારગર્લ પ્રેમીકાનું કળું કાપી કર્યું ધડથી અલગ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ યુવકે પંજાબી બારગર્લ પ્રેમીકાનું કળું કાપી કર્યું ધડથી અલગ

સુરતઃ યુવકે પંજાબી બારગર્લ પ્રેમીકાનું કળું કાપી કર્યું ધડથી અલગ

 | 9:09 pm IST

સુરતના કામરેજ તાલુકાનાં ટીંબા ગામે મુંબઇની પંજાબી બારગર્લ પ્રેમીકાનુ આજે ટીંબાનાં પ્રેમીએ ખેતરમાં લઇ જઇ ઠંડે કલેજે ગળુ કાપી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીંબા ગામે રહેતા પ્રિતેશ રમેશભાઇ પટેલ ઉ.વ ૩૦ નામના યુવકને આજ થી બે વર્ષ પુર્વે મુંબઇ મીરારોડ ખાતે રહેતી બાર ડાન્સર જ્યોતી સાથે મુલાકાત થઇ હતી. અવર નવર મળ્યા બાદ મુલાકાત પ્રેમમાં પરીણમ્યા બાદ પ્રિતેશ તેમજ જ્યોતી વચ્ચે ગાઢ પ્રણય સંબંધ બંધાયો હતો. બે વર્ષ સુધી ચાલેલા બંને વચ્ચેનાં અફેયર બાદ પ્રેમ ભક્ત પ્રિતેશે જ્યોતી સાથેના આડા સંબંધમા આર્થીક રીતે કરોડો રૃપિયાનું આંધણ કરી નાંખ્યુ હતુ.

પરંતુ જ્યોતીને ગૌરવ નામનાં એક પંજાબી યુવક સાથે આંખ મળતા છેલ્લા કેટલાક સમય થી ગૌરવ અને જ્યોતીના નવા સંબંધોની પ્રિતેશને જાણ થઇ હતી. સમસમી ગયેલા પ્રિતેશે બદલો લેવાની ભાવના થી ગત ૨૭-૧૨-૧૭ ના રોજ પોતાનાં જન્મદીન નિમીતે જ્યોતીને સુરત બોલાવી હતી.

ત્યાર બાદ બંને વર્ષ ગાંઠ ઉજવી બે દીવસ મુંબઇ ફરી ખરીદી કરી ગતરોજ સુરત આવી એક હોટલમાં રોકાણ કર્યુ હતુ. તેમજ આજે સુરત થી બપોરે જ્યોતીને પોતાનાં ગામ ટીંબા બોલાવી ગામમાં કેળની ખેતી બતાવવાના બહાને જ્યોતી સહિત એના ડ્રાઇવર તેમજ એની પત્નીને લઇ પ્રિતેશ ખેતરે પહોચ્યો હતો. જ્યોતીનો ડ્રાઇવર સંદીપ સિંગ તેમજ એની પત્નિને દુર ઉભો રાખી પુર્વ આયોજીત કાવતરા અનુસાર પ્રિતેશ જ્યોતીને દુર ખેંચી જઇ પોતાની પાસે રાખેલી તીક્ષણ હથીયાર થી વાર કરી એક ઝાટકે વાર કરી જ્યોતીનું ધડ થી માથુ કાપી નાંખી માથાના ભાગને ખેતરમાં ફેકી દીધુ હતુ.

જોકે સમગ્ર ઘટના જ્યોતીના ડ્રાઇવર અને એની પત્નિ સમક્ષ થઇ હોય એક તબક્કે હેબતાઇ ગયેલા ઉપરોકત બંને પતિ પત્નિ ગભરાઇ બારડોલી પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતા એક તબક્કે બારડોલી પોલીસ ચોકી ઉઠી કામરેજ પોલીસને જાણ કરી હતી. મારતી ગાડીએ કામરેજ પોલીસ બનાવનાં સ્થળે પહોંચી જઇ કાર્યવાહી કરી હતી.

;