યુએસએમાં ગમખ્વાર અકસ્માતમાં સુરતી મોટલિયરનું નીપજ્યું મોત - Sandesh
  • Home
  • NRI
  • યુએસએમાં ગમખ્વાર અકસ્માતમાં સુરતી મોટલિયરનું નીપજ્યું મોત

યુએસએમાં ગમખ્વાર અકસ્માતમાં સુરતી મોટલિયરનું નીપજ્યું મોત

 | 2:30 pm IST

યુએસએના આયોવાના એસડી હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતી મોટેલિયરનું કરૂણ મોત નીપજ્યું છે. મુળ વાડિફળિયાના વતની 57 વર્ષીય રોહિત શાહ 20 વર્ષથી યુએસએમાં સ્થાયી થયા હતા. મોટેલ માટે જરૂરી સામાન લેવા કારમાં નીકળ્યા હતા ત્યારે તેમણે કાળ ભેટી ગયો હતો.

ગત તા.30મીએ બપોરે યુએસએના આયોવા સ્ટેટમાં એસડી (સાઉથ ડાકોટા) હાઇવે નં.42 પર ગોઝારો અકસ્માત થયો હતો. પાછળથી પૂરપાટ ઝડપે આવતું ટ્રેલર આગળ જતી ટોયોટા કારમાં ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક રોહિતભાઈ શાહને ગંભીર ઈજા થઈ હતી. તેમણે તુંરત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ગુરૂવારે રાત્રે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. વધુમાં અસ્માતમાં મૃત્યુ પામેલા 57 વર્ષીય રોહિતભાઈ મુળ સુરતી મોઢવણિક છે. તેમનો પરિવાર કોટવિસ્તારના વાડિફળિયા સિદ્ધશેરીમાં હાલ રહે છે. રોહિતભાઈના 3 ભાઈ છે. પ્રવિણભાઈ બોડીવાલા અને સિદ્ધમાતાની શેરીમાં રહે છે. જ્યારે મોટાભાઈ પ્રફૂલભાઈ ન્યુ જર્સીમાં સ્થાયી થયેલા છે.

20 વર્ષ પહેલાં પત્ની મીનાબેન સાથે યુએસએના આયોવા સ્ટેટમાં રોકવેલી વિસ્તારમાં સ્થાયી થયેલા રોહિતભાઈ પહેલાં કેસિનોમાં જોબ કરતા હતા. દસેક વર્ષ પહેલા જ તેમણે રોકવેલીમાં મોટેલ શરૂ કરી હતી અને ગત 30મીએ મોટેલ મોટે જરૂરી માલસામાન લેવા કારમાં ડાકોટા જવા નીખલ્યા હતા ત્યારે એસડી હાઇવે પર થયેલા અકસ્માતમાં તેમનું કરૂણ મોત થયું હતું.