school van drivers penalty by R.T.O Surat
  • Home
  • Gujarat
  • સુરત: આર.ટી.ઓ દ્વારા સ્કૂલ વેન ચાલકો સામે લાલ આંખ, વિદ્યાર્થીઓના જીવ સામે જોખમ

સુરત: આર.ટી.ઓ દ્વારા સ્કૂલ વેન ચાલકો સામે લાલ આંખ, વિદ્યાર્થીઓના જીવ સામે જોખમ

 | 6:36 pm IST

સુરત શહેરના અલગ અલગ વિસ્તાર ખાતે આર.ટી.ઓની ટીમ દ્વારા જાહેર રોડ પર ઉતરી સ્કૂલ વેન ચાલકો સામે ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી.સુરત ખાતે આર.ટી.ઓ દ્વારા સ્કૂલ વેન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ધારા ધોરણ નક્કી કરી ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

જેમ કે પ્રાઇવેટ પાસિંગ કરાવી સ્કૂલ વાન તરીકે ઉપયોગ કરનારા, બાળકોને વધુ સંખ્યામાં લઇ જતા એટલે કે 12 બાળકોથી વઘારે બેસાળેલા બાળકો, 15કે 16 જેટલા બાળકો, સી.એન.જી વાપરતા વાહનો તેમજ વાઇટ નંબર પ્લેટ વાપરતા વાહનોની ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવી છે.

સતત 12 કલાકમાં આર.ટી.ઓની ટીમ જાહેર રોડ પર ઉતરી 45થી વધુ સ્કૂલ વાનને કબ્જે કરી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે કેટલાક દિવસો પહેલા વેડ રોડ વિસ્તારમાં સ્કૂલ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ ચાલુ સ્કૂલવાનમાં આગ લાગતા બાળકો દાજી ગયા હતા. જેથી આ વખતે કોઈ અનિશ્ચિય બનાવ ના બને તેવી પુરે પુરી તકેદારીઓ લેવામાં આવી રહી છે. આર.ટી.ઓની આ ઝુંબેશ આગામી એક સપ્તાહ સુધી ચલાવામાં આવશે.