Surat CA girl's suicide case: Family demands 10 years sentence for accused Sanjay Agarwal
  • Home
  • Featured
  • સુરત: CA યુવતીના આપઘાત કેસમાં મોટો વળાંક, પિતા-પરિવારજનોએ આ પગલા માટે જાણો કોને જવાબદાર ઠેરવ્યા?

સુરત: CA યુવતીના આપઘાત કેસમાં મોટો વળાંક, પિતા-પરિવારજનોએ આ પગલા માટે જાણો કોને જવાબદાર ઠેરવ્યા?

 | 10:37 am IST

સુરતના વરાછામાં CA યુવતીના આપઘાતના કેસમાં એકપછી એક વળાંકો અને પરિવારજનો આરોપ કરી રહ્યા છે. આ ઘટનામાં દોષિત આરોપી સંજય અગ્રવાલને 10 વર્ષની સજા થાય તેવી પરિવારજનો અને યુવતીના પિતા માગ કરી રહ્યા છે. પિતાએ જણાવ્યું કે આરોપી સંજય અગ્રવાલ ને 10 વર્ષ ની સજા કરો. જેમ મારી દીકરીને આપઘાત કરવા મજબૂર કરી છે તેવી રીતે તેને પણ સજા અચૂક થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ગત 1 જુલાઈના રોજ વરાછામાં CA યુવતીએ આપઘાત કર્યો હતો. પરિવારજનો પણ આરોપ લગાવી રહ્યા છે કે અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની માલિક સંજય અગ્રવાલે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તેમની દીકરીએ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં CA યુવતી અન્ય કંપનીમાં સારી નોકરી મળી જતા સંજયે ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો. યુવતીને ન્યાય માટે સોશિયલ મીડિયામાં Justice For Surat Girl ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં 26 વર્ષની જુવાનજોધ યુવતીના આપઘાતથી પરિવારજનો ઉંડા શોકમાં ચાલ્યા ગયા છે.

જાણો શું છે સમગ્ર ઘટનાની હકીકત?

સુરતના નાના વરાછા સીમાડા વિસ્તારમાં રહેતી સીએ યુવતીએ ગત મંગળવારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભટારની કંપનીમાંથી નોકરી છોડી યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા કંપનીના માલીકે તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી હોવાથી યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો તેના પરિવારે આક્ષેપ કર્યો છે.

નાના વરાછા સીમાડા ધર્મરાજ સોસાયટી ખાતે રહેતા ચતુરભાઈ છગનભાઈ લુણાગરીયાની 26 વર્ષીય પુત્રી પંછીલા સીએ છે. જે ભટારની અગ્રવાલ એન્ડ ધંધાડીયા લોન પ્રોજેકટ્ અને એકાઉન્ટન્ટની કંપનીમાં નોકરી કરતી હતી. થોડો સમય પહેલા નોકરી છોડી અન્ય કંપનીમાં જોડાઈ હતી.

અગ્રવાલ કંપનીના માલિક સંજય અગ્રવાલે પંછીલાને નોકરી કેમ છોડી દીધી હું પોલીસ કેસ કરીશ કહી ધમકી આપી હતી. જેથી મંગળવારે પંછીલાએ માનસિક તાણમાં પોતાના ઘરમાં ફાંસો ખાધો હતો. ચતુરભાઈએ તેમની દિકરીના આપઘાતના કેસમાં પોલીસ તટસ્થ તપાસ કરી પંછીલાને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી કરી છે.

આ પણ જુઓ વીડિયો: ઘોઘા – હજીરા ફેરી પ્રોજેક્ટ અદાણીને સોંપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન