Surat Child fell from Fourth floor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતમાં બાળકને મોબાઈલ આપવાની માતાએ મોટી કિંમત ચૂકવી, એકનો એક પુત્ર ગુમાવ્યો

સુરતમાં બાળકને મોબાઈલ આપવાની માતાએ મોટી કિંમત ચૂકવી, એકનો એક પુત્ર ગુમાવ્યો

 | 9:45 pm IST
  • Share

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમ બાળકનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

સુરત શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટમાં મોબાઈલ જોતા-જોતા નીચે પટકાયેલા માસૂમ બાળકનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના લિંબાયત વિસ્તારમાં રહેલા વસીમ અન્સારી ટાઈલ્સ ફોલ્ડિંગનું કામ કરે છે. ગત શનિવારે સવારે તેઓ કામ પર ગયા હતા, ત્યારે તેમની પત્નીએ માસૂમ દિકરા વારીશ સાથે ઘરમાં એકલા જ હતા. વસીમ અન્સારીની પત્નીએ બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરીને પુત્રને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપીને પોતે વૉશરૂમમાં ગઈ હતી.

જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ના દેખાતા તેણીએ શોધખોળ કરી હતી, જ્યાં બારીમાંથી નીચે જોતા લોકોના ટોળા જોયા હતા. આથી તે નીચે દોડી ગઈ હતી. જ્યાં લોકોએ જણાવ્યું કે, એક બાળક ઉપરથી નીચે પટકાયું હતું. જેને સ્થાનિક યુવકો હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી તેણીએ તાત્કાલીક પતિને જાણ કરતા બન્ને હોસ્પિટલ દોડી આવ્યા હતા. જો કે 55 કલાકની સારવારના અંતે તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન