સુરત: પિતાની નજર સામે જ અપહરણ કરી બાળકને પૂરના પાણીમાં ફેંકી દીધો - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: પિતાની નજર સામે જ અપહરણ કરી બાળકને પૂરના પાણીમાં ફેંકી દીધો

સુરત: પિતાની નજર સામે જ અપહરણ કરી બાળકને પૂરના પાણીમાં ફેંકી દીધો

 | 3:54 pm IST

સુરતના બારડોલીમાં બાળકનું અપહરણ કરીને નદીમાં ફેંક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નદીમાં 20 કિલોમીટર દૂરથી બાળકની લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આજે સોમવારે બંદૂકની અણીએ બાળકનું અપહરણ થયાની ઘટના બની છે. પિતા સાથે મંદિરે ગયેલા બાળકનું અપહરણ કરાતા માતા-પિતામાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળથી માહિતી પ્રમાણે સુરતના લસાણઆના વણેશા ગામનો બાળક પોતાના પિતા સાથે ઘર નજીક આવેલા મંદિરે ગયો હતો. આ સમયે રિક્ષામાં આવેલા ત્રણ અપહરણકારોએ બાળકનું અપહણ કરીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાળકના પિતાએ અપહરણકારોનો પીછો પણ કર્યો હતો. પરંતુ અપહરણકારો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જોકે, અપહરણકારોને પકડવામાં બાળકનાં પિતા નિષ્ફળ રહ્યા હતા.

બાદમાં અપહરણકારોએ બાળકને બારડોલી મિઢોળા નદીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જેના પગલે બારડોલી ફાયર તેમજ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલામાં સઘન તપાસ આદરી છે. અપહરણકારોને પકડવા માટે પોલીસે કમર કસી છે.