Surat Children Acute Respiratory Infection
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકોમાં ARIએ વધારી ચિંતા, તંત્ર હરકતમાં

સુરત: ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકોમાં ARIએ વધારી ચિંતા, તંત્ર હરકતમાં

 | 3:32 pm IST
  • Share

સુરતમાં કોરોનાની સંભાવિત ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકોમાં એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે. તબીબોનું માનવું છે કે, બાળકોમાં વધી રહેલા કેસ પાછળના મુખ્ય કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. ઓગસ્ટમાં 870 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 861 ઓપીડી નોંધાઈ છે, જે પૈકી 20 ટકા બાળકો હોવાનું સામે આવ્યું છે.

બાળકોમાં વધી રહેલા કેસોને જોતા તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 2 હજાર જેટલી ટીમો બનાવીને અલગ-અલગ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે બાદ જરૂર જણાય, ત્યાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોનાની બૂમ વચ્ચે ARIના કેસો પણ વધી રહ્યા છે. જેમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ARIના કારણે 3 દર્દીઓના મોત નિપજ્યા હતા અને હવે સપ્ટેમ્બર માસના અંતમાં પણ એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના કેસો સતત વધી રહ્યા છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સુરતમાં ARI ઇન્ફેક્શનના કેસમાં વધારો થઇ રહ્યો છે. બાળકોમાં એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે. મોટાભાગે બાળકોમાં વધતા કેસમાં વાઈરલ પણ હોઈ શકે અને બેક્ટેરિયલ બન્ને હોઈ શકે. જો આંકડાની વાત કરીએ તો, નાના બાળકો, પુખ્ત વયના અને સિનિયર સિટીઝનો મળીને ઓગસ્ટ મહિનામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 870 કેસ અને સપ્ટેમ્બર મહિનામાં 861 OPD નોંધાઈ હતી. આજ રીતે અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓગસ્ટમાં 370 અને સપ્ટેમ્બરમાં 210 OPD હતી. જે પૈકી 20 ટકા જેટલા બાળકોમાં ARI ઈન્ફેક્શન જોવા મળ્યું છે.

સરકારી અને ખાનગી લેબોરેટરીઓમાંથી ઇન્ફેક્શનના કેસની તપાસ દરમિયાન વાઇરલ અને બેક્ટેરિયલ બન્ને કેસો ડિટેક્ટ થતા તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2000 જેટલી ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમાં વહેંચી સર્વે કરી, જ્યાં જરૂર લાગે ત્યાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો