સુરતમાં બાળકોએ યોગા કરીને કર્યો વર્લ્ડ રેકોર્ડ Pics - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં બાળકોએ યોગા કરીને કર્યો વર્લ્ડ રેકોર્ડ Pics

સુરતમાં બાળકોએ યોગા કરીને કર્યો વર્લ્ડ રેકોર્ડ Pics

 | 11:35 pm IST

સુરતના સીમાડા ખાતે આવેલા હરેકૃષ્ણ કેમ્પસમાં ગોદાડરાની જ્ઞાન જ્યોત શાળાના 3 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે શીર્ષાસન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આવો રેકોર્ડ ચેન્નાઈના 648 લોકો દ્વારા બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવ્યું હતું. જ્યારે આજે સુરતના 3000 જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે શીર્ષાસન કરીને આ રેકોર્ડ તોડ્યો હતો. આમ તો વિશ્વ યોગ દિવસના રોજ સામુહિક યોગા કરવામાં આવતા હોય છે. પણ તેનાથી પ્રેરણા લઈને, આ વિદ્યાર્થીઓએ આ રેકોર્ડ પ્રસ્થાપિત કરીને ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે પ્રયત્ન કર્યો હતો સુરત સહિત દેશનું નામ ઉચ્ચું કર્યું છે.