Surat City Bus hits 18 years old Biker in Udhana Area
  • Home
  • Featured
  • સુરતમાં બસે લીધો વધુ એક યુવાનનો જીવ, એકનો એક દીકરો ગુમાવતાં પરિવારમાં આક્રંદ

સુરતમાં બસે લીધો વધુ એક યુવાનનો જીવ, એકનો એક દીકરો ગુમાવતાં પરિવારમાં આક્રંદ

 | 5:15 pm IST

સુરતમાં હજુ BRTS બસની ટક્કરથી ત્રણ લોકોનાં મોતની શ્યાહી હજુ સૂકાઈ નથી, ત્યાં આજે ફરી એકવાર બસની ટક્કરથી એક યુવાનનું મોત નિપજ્યું છે. સુરતના ઉધના નજીક આવેલા દક્ષેશ્વર મંદિર સામે બીઆરટીએસ રૂટમાં બાઈક ચાલકને સિટી બસે અડફેટે લીધો હતો. બસની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પણ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સુરતમાં બુધવારે જ બસની ટક્કરથી ત્રણ લોકોનાં મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આજે ભેસ્તાન આવાસમાં મોજમીલ અમજદ શેખ(ઉ.વ.18) કારખાનામાં નોકરી માટે જઈ રહ્યો હતો. તે બીઆરટીએસ રૂટમાં બાઈક લઈને જતો હતો. ત્યારે દક્ષેશ્વર મંદિર નજક પહોંચતા બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે આવેલી સિટી બસે તેને ટક્કર મારી હતી. જે બાદ સારવાર દરમિયાન મોજમીલનું મોત નિપજ્યું હતું.

મોજમીલ પરિવારનો એકનો એક દીકરો હતો. દીકરાને ગુમાવતાં જ પરિવાર પર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આજે જ અમદાવાદમાં બીઆરટીએસ બસે બે સગાં ભાઈઓને ટક્કર મારતાં તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્યારે છેલ્લાં બે દિવસમાં અમદાવાદ અને સુરતમાં બસની ટક્કરથી 6 લોકોનાં મોત નિપજતાં સમગ્ર ગુજરાતમાં આક્રોશનો માહોલ છે. અને આ મામલે હવે સરકાર બસ ડ્રાઈવરો સામે કડકમાં કડક નિયમો બનાવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ

સુરત BRTS અકસ્માતમાં મોત થયેલા યુવાનના ન્યાય માટે લોકોનું ધરણા પ્રદર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન