Surat co-operatives will pay 11 lakh rupees to Shahid Jawan's family in Pulwama attack
  • Home
  • Gujarat
  • દરેક શહીદ જવાનનાં પરિવારને સુરતની સહકારી મંડળીઓ આપશે 11 લાખ રૂપિયા

દરેક શહીદ જવાનનાં પરિવારને સુરતની સહકારી મંડળીઓ આપશે 11 લાખ રૂપિયા

 | 5:19 pm IST

પુલવામા આતંકી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દેશની જનતાએ શહીદોના પરિવારને મદદરૂપ થવાની પોતાની ફરજ પણ સારી રીતે નીભાવી રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે આર્થિક સહાય કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક લોકો પોતપોતાની રીતે શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક કીતે મદદ કરી રહ્યા છે. જેમાં સુરતની સહકારી મંડળીઓ તરફથી પણ મોટાપાયે સહાય કરવામાં આવી રહી છે.

સરહદ પર દેશની રક્ષા કરતાં વીર જવાનોએ તે પોતાની ફરજ નીભાવી, હવે દેશના નાગરિકોએ પણ ફરજ નીભાવવાનો વારો આવ્યો છે, એવા વિચાર સાથે સુરત તથા તાપીની સહકારી મંડળીઓ શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, એટલું જ નહીં શહીદોના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મંડળીઓ દ્વારા 4.81 કરોડ રૂપિયા વિવિધી મંડળીઓમાંથી એકત્ર કરવામાં આવ્યાં છે. જેમાં દરેક શહીદ પરિવારને 11 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તમામ સહકારી મંડળીઓએ પોતાની રીતે આ સહયોગ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન