Surat colleges exam schedule announced
  • Home
  • Featured
  • સુરતમાં કોલેજોનું એક્ઝામ શિડયુલ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

સુરતમાં કોલેજોનું એક્ઝામ શિડયુલ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

 | 7:30 am IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન કોલેજોમાં ત્રણ માસથી ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા આખરે પૂર્ણ થઇ છે, તે સાથે જ હવે બીકોમ, એમકોમ, બીએ, એમએ, બીસીએ, બીએસસી જેવા કોર્સનું એટીકેટી અને રેગ્યુલર પરીક્ષાનું શિડયુલ જાહેર કરાયું છે.

યુનિર્વિસટી પ્રશાસન, વિવિધ ફેકલ્ટીએ જાહેર કરેલા પરીક્ષાના શિડયુલ પ્રમાણે, તમામ રેગ્યુલર પરીક્ષા દિવાળી બાદ અને એટીકેટીની પરીક્ષા દિવાળી પહેલા લેવાશે. શિડયુલ મુજબ, રેગ્યુલરમાં બીકોમની ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર, એમકોમની ૨૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર, બીએની ૨૬ નવેમ્બરથી ૩ ડિસેમ્બર, બીસીએની ૨૮ નવેમ્બરથી ૩ ડિસેમ્બર, એમએની ૨૮ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી પરીક્ષા લેવાશે.

જ્યારે એટીકેટીમાં બીકોમની ૨૨ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, એમકોમની ૨૨ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર, એમએની ૨૫ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર, બીસીએની ૨૩ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર અને બીએસસીની ૪ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર સુધી પરીક્ષા લેવાશે. જોકે, હવે પરીક્ષાનું શિડયુલ જાહેર થઇ જતાં વિદ્યાર્થી, પ્રોફેસરો માટે ઓછા દિવસોમાં આખો કોર્સ પૂરો કરવાનો પડકાર ઊભો થયો છે.