સુરત : સ્ટેન્ડિંગની બેઠક બની આક્રમક, કોંગ્રેસ કાર્યકર્તાઓએ દરવાજા પર ચઢી કર્યો વિરોધ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત : સ્ટેન્ડિંગની બેઠક બની આક્રમક, કોંગ્રેસ કાર્યકર્તાઓએ દરવાજા પર ચઢી કર્યો વિરોધ

સુરત : સ્ટેન્ડિંગની બેઠક બની આક્રમક, કોંગ્રેસ કાર્યકર્તાઓએ દરવાજા પર ચઢી કર્યો વિરોધ

 | 12:18 pm IST

સુરતમાં SMCની સ્ટેન્ડિંગની બેઠકમાં મોટો હોબાળો થયો હતો. વેરા વધારા મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બારણા પર ચઢીને હંગામો મચાવ્યો હતો. તો લગભગ બે કલાક સુધી કોંગ્રેસે વિરોધ ચાલુ રાખ્યો હતો. સ્થાયી સમિતિની બહાર હોબાળો, કોગ્રેસના કાર્યકર્તાઓએ એટલા આક્રમક થઈ ગયા હતા, કે કેટલાક તો લોખંડની જાળી પર ચઢી ગયા હતા અને આ જાળી પણ તોડી દેવામાં હતી. કાર્યકર્તાઓ બારણા તોડીને બેઠકમાં ચઢ્યા હતા. કોંગ્રેસનાક કાર્યકર્તાઓએ કહ્યું કે, જે પ્રકારે વેરો વધારવામાં આવ્યો છે, તે અસહ્ય છે. તેનાથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે છે. તેથી જનતા માટે થઈને આ વિરોધ કરી રહ્યા છે. તેમણે હાય રે કમિશ્નર, તાનાશાહી નહિ ચલેગીના નારા લગાવવામાં આવ્યા હતા.

વેરો વધારવાના મનપાના નિર્ણયને પરત ખેંચી લેવામાં આવે તેવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ માંગ કરી હતી. આક્રમક તેવર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહી પહોંચ્યા હતા, અને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. વિરોધ કરવા માટે કોંગ્રેસે જે રીતે અપનાવી હતી, તે આક્રમક હતી. જેને પગલે કોંગી કાર્યકર અને SMCના કર્મીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. આ વચ્ચે કેટલાક કાર્યકર્તાઓએ પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા.

કોંગ્રેસના કાછડીયા પટકાયા
વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તા કાછડીયા પટકાયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શું કહેવું છે કોંગ્રેસનું…
તો બીજી તરફ કોંગ્રેસના મનીશ દોશીએ કહ્યું કે, ટેક્સ ભરતા નાગરિકોને સુવિધાના બદલે વેરો વધારી દેવાયો છે. વેરો વધાર્યો ત્યારે જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. શહેરી નાગરિકોના હિત માટે કોંગ્રેસનો વિરોધ છે. લોકતંત્રમાં લોકોના પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર છે. ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની રહી છે.

આ મામલે ધનસુખ ભંડેરીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બંને પક્ષોને પોતાની વાત કરવાનો અધિકાર છે. વિપક્ષને વિરોધ કરતા નથી આવડતું. કોંગ્રેસ લોકશાહીનું ખુન કરી રહી છે.

આ વિરોધ મામલે સુરતના મેયર અસ્મિતા સિરોહીએ કહ્યું કે, સુરત મ.ન.પા.નું વિશ્વ સ્તરે નામ છે, ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાનો ભાગ ભજવી રહી છે.

સુરતના મનપાના બજેટ સામે વિપક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતની પ્રજા ઉપર લાદેલા વેરા ભારણનો વિરોધ કર્યો હતો. સ્થાયી સમિતીના ખંડની બહાર જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.