Surat Corona: Suspected Woman Gives Birth To Child in Civil Hospital
  • Home
  • Corona live
  • સુરતમાં કોરોના શંકાસ્પદ માતાએ આઈસોલેશન વોર્ડમાં બાળકને આપ્યો જન્મ

સુરતમાં કોરોના શંકાસ્પદ માતાએ આઈસોલેશન વોર્ડમાં બાળકને આપ્યો જન્મ

 | 4:45 pm IST

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ 19 પોઝિટિવ કેસ સામે આવતાં રાંદેર સહિતનાં વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેવામાં સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી અને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાએ સિવિલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં બાળકને જન્મ આપ્યો હતો. હાલ માતા અને બાળકનાં સેમ્પલને કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે. અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને સાડા આઠ માસનો ગર્ભ હતો. આજે અચાનક પ્રસુતિ પીડા ઉપડતા અને તબિયત ખરાબ થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પણ જો કે મહિલાને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતાં તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. અને અહીં જ ગાયનેક દ્વારા મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આઈસોલેશન વોર્ડમાં મહિલાએ 1 કિલો 800 ગ્રામ વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું વજન ઓછું હોવાથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. હાલ માતા-અને બાળકની તબિયત સાધારણ છે. જો કે શંકાસ્પદ કોરોનાને લઈને માતા અને બાળક બન્નેના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં બાળકે કર્યું કોરોના ફંડમાં દાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન