Duplicate liquor factory raid in surat crime branch
  • Home
  • Gujarat
  • ક્રાઇમબ્રાંચે ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનું ઝડપ્યું, એકની ધરપકડ

ક્રાઇમબ્રાંચે ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનું ઝડપ્યું, એકની ધરપકડ

 | 10:05 pm IST

સુરત ક્રાઇમબ્રાંચે લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનુ ઝડપી પાડી એકની ધરપકડ કરી હતી. આ બનાવમા પોલીસે દારુ બનાવનાર એક શખ્સની ધરપકડ કરી દારુ બનાવવા માટેનુ કેમિકલ, સ્ટ્રીકર તથા ખાલી-ભરેલ દારુની બોટલો કબ્જે કરી હતી. લિંબાયત વિસ્તારમાં રહેતો કૈલાશ આરમીયા નામનો શખ્સ પોતાના જ ઘરમા ડુપ્લીકેટ દારુ બનાવવાનું કારખાનુ ચલાવી રહ્યો છે.

જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કૈલાસના ઘર સહિત ત્રણ ઠેકાણે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘરમાંથી 317 લીટર કેમિકલ, 3943 સ્ટ્રીકર, 4550 બોટલના બૂચ, 237 નંગ દારુની ખાલી બોટલ તથા 18 નંગ ડુપ્લીકેટ દારુ ભરેલ બોટલો કબ્જે કરી હતી. પોલીસે જ્યારે કૈલાસની પુછપરછ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠયા હતા.

કારણ કે કૈલાસની ફોન પર દારુનો ઓર્ડર આપનાર શખ્સોને તે આ ડુપ્લીકેટ દારુ વેચાણ કરતો હોવાનુ બહાર આવ્યુ હતુ. હાલ પોલીસે કૈલાસ ક્યાથી અને સુરતમાં કોણે કોણે દારુ સપ્લાય કરતો હતો તેની તપાસ હાથ ધરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.