Surat daimand Artist diwali-the-st-corporation
  • Home
  • Diwali - 2018
  • સુરતના રત્ન કલાકારો માટે આનંદો! દિવાળી વેકેશનમાં એસટી વિભાગે કરી ખાસ સુવિધા

સુરતના રત્ન કલાકારો માટે આનંદો! દિવાળી વેકેશનમાં એસટી વિભાગે કરી ખાસ સુવિધા

 | 4:55 pm IST

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમે લીધેલા નિર્ણયથી શહેરીજનોની સાથે જ રત્નકલાકારોમાં ખુશી ફેલાઈ ગઈ છે. સુરત ડાયમંડ એસોસિએશનને પ્રેસ કોન્ફરન્સ કરી આ વિશે વાત કરી હતી. દિવાળી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર તરફથી વધુ 500 બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે.

3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી સુરતના રત્ન કલાકારોને આ સુવિધા આપવામાં આવશે. એસટી વિભાગમાં વધુ 500 બસ દોડાવવાની સાથે વધુ કેટલીક સુવિધાઓ પણ રત્નકલાકારોને આપવામાં આવી છે. જેમાં 55થી વધુ યાત્રીઓ હશે તો બીજી બાજુ દરેક રત્ન કલાકારને સોસાયટી પર યાત્રીઓને બસ લેવા આવશે. આ આયોજન દિવાળીથી લઈ લાભપાંચમ સુધીનું કરવામાં આવ્યું છે.

ડાયમંડ નગરી સુરતમાં 40 ટકાથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીના પર્વ દરમિયાન માદરે વતન જતાં હોય છે. પરંતુ ખાનગી બસ ચાલકોના બેફામ ભાડા વધારા અને મનમાનીના કારણે હાલાકી ભોગવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન