Surat DCP Orders to Stop Illegal Activity at Majura Gate Bridge
  • Home
  • Featured
  • સુરતના રાત્રિના સમયે અહીં ભરાય છે લલનાઓનું બજાર, દૂષણ ડામવા પોલીસે ભર્યું આ પગલું

સુરતના રાત્રિના સમયે અહીં ભરાય છે લલનાઓનું બજાર, દૂષણ ડામવા પોલીસે ભર્યું આ પગલું

 | 9:51 am IST

સુરતના મજુરાગેટ બ્રિજ રાત્રિના સમયે ભરાતાં લલનાઓનાં બજારની હકીકત પ્રકાશમાં આવતાં શહેર પોલીસ એક્શનમાં આવી છે. લોકો માટે માથાના દુખાવા સમાન બનેલાં આ દૂષણને ડામવા માટે ઉમરા, અઠવા અને ખટોદરા પોલીસને એક-એક મહિલા અને પુરુષ પોલીસકર્મીની ટીમ બનાવી સાંજે છથી રાભે અગિયાર વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા ડીસીપી વિધી ચૌધરીએ આદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ફરી મજુરાગેટ બ્રિજ નીચે અને તેના બંને તરફના જાહેર માર્ગ પર લલનાઓ ઉપર લલનાઓ ફરતી થઈ હોવાની બૂમો ઉઠી હતી. આ વિસ્તારમાં હોસ્પિટલ, હોસ્ટેલ, કોલેજ, આઈટીઆઈ અને સ્ટ્રીટ શોપિંગ એરિયા આવ્યો હોય લલનાઓના દૂષણને ડામવા અગ્રિમ અખબાર સંદેશમાં અહેવાલ પ્રકાશિત કરાયો હતો.

આ મામલે ડીસીપી વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમરા, અઠવા અને ખટોદરા પોલીસને એક એક મહિલા અને પુરુષ પોલીસકર્મીની ટીમ બનાવી સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે. અહીં ઉભી રહેતી લલનાઓ પાસે આવનારા પુરુષોને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરાશે. તેમ છતાં લોકોને કોઈ ફરિયાદ હોય તકો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી શકે છે.

 આ વીડિયો પણ જુઓઃ

જૂનાગઢમાં પૂર્વ સરપંચની છરીના ઘા મારી કરપીણ હત્યા કરાઈ હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન