સુરત: હીરાના વેપારીએ 125 રત્નકલાકારોને ગિફ્ટમાં આપ્યું એક્ટિવા - Sandesh
NIFTY 10,538.55 -10.15  |  SENSEX 34,354.74 +-40.32  |  USD 65.6575 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Surat
  • સુરત: હીરાના વેપારીએ 125 રત્નકલાકારોને ગિફ્ટમાં આપ્યું એક્ટિવા
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

સૌથી અઘરું કામ બોસને ખુશ કરવાનું છે અને જો બોસ ખુશ થઇ જાય તો વખાણ કરશે અથવા તો ઇન્ક્રીમેન્ટ કે પછી વધુમાં વધુ બોનસ આપે. પરંતુ સુરતના હીરાના વેપારી લક્ષ્મીદાસ વેકરીયાએ પોતાના કારીગરો પર ખુશ
થતાં એક બે નહીં પરંતુ 125 રત્નકલાકારોને એક્ટિવા ગિફ્ટમાં આપ્યું.

ઉતરાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક ડાયમંડ કંપની દ્વારા 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને નવી ટેક્નોલોજીથી સજ્જ એક્ટિવા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરના હસ્તે 125 કર્મચારીઓને એક્ટિવા આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ગિફ્ટમાં આપવામાં આવી હતી.


સુરતની દીર્ધ ડાયમંડ દ્વારા લોયલ્ટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ગિફ્ટમાં એક્ટિવા આપાવનું નક્કી કરાયું હતું. જેથી 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને એક્ટિવા ભેટમાં આપવામાં આવ્યું હતું. ડાયમંડ કંપનીના માલિક લક્ષ્મણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ધ ડાયમંડ કંપનીમાં જૂના કર્મચારીઓનો સિંહ ફાળો રહ્યો છે. આવા 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ગિફ્ટમાં આપવામાં આવ્યું છે.

દીર્ધ ડાયમંડ કંપની સુરતમાં 2010માં શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપની સુરત અને મુંબઈમાં ઓફિસ ધરાવે છે. જેમાં 500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તમામ કારીગરો દીર્ધ ડાયમંડ પરિવાર તરીકે ઓળખાય છે. જેથી તેમના સતત પ્રયાસથી સફળતાની સિડી ચઢનાર કંપનીએ 125 કર્મચારીઓના પરિવારની મહિલાને એક્ટિવા ગિફ્ટમાં આપ્યું છે.

સુરતમાં એકલા લક્ષ્મીદાસે જ રત્નકલાકારોને આવી મોંઘી ગિફ્ટ આપી નથી. સુરતના હીરાના વેપારી સવજીભાઇ ધોળકિયાએ પણ પોતાની કંપની હરેકૃષ્ણ એકસપોર્ટના કર્મચારીઓને દિવાળીમાં બોનસ પેટે ગયા વર્ષે 400
ફલેટ, 1260 કાર ગિફ્ટમાં આપી હતી. કંપનીએ પોતાના કર્મચારીઓના બોનસ પાછળ 51 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.