Surat Diamond Worker Put Serious allegation on SavjiBhai Dholakia
  • Home
  • Featured
  • ‘તમે ગાડી તો આપી દીધી, હપ્તા ભરવામાં મોઢે ફીણ આવી જાય છે’, ફેસબૂક પોસ્ટને લઇે સવજીભાઈએ કરી ફરિયાદ

‘તમે ગાડી તો આપી દીધી, હપ્તા ભરવામાં મોઢે ફીણ આવી જાય છે’, ફેસબૂક પોસ્ટને લઇે સવજીભાઈએ કરી ફરિયાદ

 | 10:17 pm IST

દિવાળી બોનસમાં કાર ગિફ્ટ આપનાર સુરતના સવજી ધોળકિયાને આખી દુનિયા જાણે છે. પણ જાણીતી ડાયમંડ કંપની હરેક્રિષ્ણા એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયા વિરુદ્ધ થયેલી ફેસબૂક પોસ્ટને લઈને વિવાદ થયો છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ફેસબૂક પેજ ઉપર કારના હપ્તાના મુદ્દે ધોળકિયા વિરુદ્ધ એલફેલ લખાણ સાથેની પોસ્ટ કરાઈ હતી. સવજીભાઈએ આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસમાં અરજી કરતાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, 15મી સપ્ટેમ્બરના રોજ ડાયમંડ વર્કર યુનિયનના ફેસબૂક પેજ ઉપર હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા સામે પોસ્ટ કરવામાં આવી હતી. જે પોસ્ટને લઈ વિવાદ શરૂ થયો છે. સવજીભાઈને ઉદ્દેશીને કરાયેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ગાડીના ભરવામાં અમારા રત્નકલાકારોના મોઢે ફીણ આવી જાય છે, દયા વર્ષે તમે જે ગાડીઓ આપી હતી ત્યારે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો હતો કે આ ગાડીના હપ્તા કોણ ભરશે. ત્યારે તમે એવી પ્રતિક્રિયા આપી હતી કે, કર્મચારીઓ ચિંતા ન કરો, ગાડીના હપ્તા અમારી કંપની ભરશે. જો કે ગાડીના હપ્તા આજની તારીખે પણ કારીગરો જ ભરે છે. મંદીના માહોલમાં કારીગરો મકાનના હપ્તા નથી ભરી શકતા તો ગાડીના હપ્તા કેવી રીતે ભરે. આ વર્ષે કારીગરોને ગાડી આપો કે ન આપો પણ ગયા વર્ષે આપેલું વચન પાળો તો ભયો ભયો.

આ પોસ્ટને પગલે સવજીભાઈએ બે દિવસ પહેલાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. ફેસબૂક પેજ પર ખોટી પોસ્ટ કરી બદનામ કરવાની કરતૂત કરાઈ હોય ધોળકિયાએ જવાબદારો સામે પગલાં ભરવા અરજીમાં માગ કરી હતી. દરમિયાન આ અરજીના વિરોધમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રતિનિધિઓ પોલીસ કમિશનરને આજ રોજ રજૂઆત કરવા ગયા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ધોળકિયાની અરજીના અનુસંધાને ડાયમંડ વર્કર યુનિયનના પાંચ પ્રતિનિધિઓ સામે અટકાયતી પગલાં ભર્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ

સુરત કલેક્ટર કચેરી બહાર ગાય બાંધીને વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન