સુરત: નશામાં ધૂત SRP જવાનનો video વાયરલ - Sandesh

સુરત: નશામાં ધૂત SRP જવાનનો video વાયરલ

 | 11:50 am IST

31 ડિસેમ્બરની ઊજવણીમાં દારુની રેલમછેલ ન બોલે તે માટે રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે જેથી દારુબંધીના નિયમનો ભંગ ન થાય. પરંતુ આ દારુબંધીના નિયમનો ભંગ સુરતમાં SRP જવાને જ કર્યો છે. સુરતના SRP જવાનનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે નશામાં ધૂત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના સુરતના સિંગણપુર વિસ્તારની હોવાનું જાણવા મળેલ છે.