સુરત : રૂપિયા મામલે મિત્રએ જ પીઠમાં છૂરો ભોંક્યો, કરી ક્રુરતાપૂર્વક હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત : રૂપિયા મામલે મિત્રએ જ પીઠમાં છૂરો ભોંક્યો, કરી ક્રુરતાપૂર્વક હત્યા

સુરત : રૂપિયા મામલે મિત્રએ જ પીઠમાં છૂરો ભોંક્યો, કરી ક્રુરતાપૂર્વક હત્યા

 | 11:31 am IST

સુરત સુરત અઠવા વિસ્તારની ઘટના ફાઈનાન્સર કેશવની હત્યા રૂપિયા 2 લાખની લેતી દેતીમાં હત્યા કરાઈ છે. કેશવના ફાઈનાન્સર મિત્ર નીતિને જ કેશવની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ તેના ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. હાલ હત્યારો નીતિન હત્યા કરીને પહેલા ફરાર થયો હતો, અને બાદમાં નાટકીય રીતે પોતાને ઈજા પહોંચાડીને હોસ્પિટલમાં દાખલ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અઠવા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરવામાં આવી છે. રૂપિયા 2 લાખની લેતી દેતીમાં ફાયનાન્સર યુવકની તેના મિત્ર દ્વારા ક્રુરતાપૂર્વક હત્યા કરાતા ચકચાર મચી છે. નીતિન નામના ફાઈનાન્સર યવુક પાસેથી તેનો મિત્ર કેશવને 2 લાખ રૂપિયા લેવાના હતા. તેથી નીતિને મધરાત્રે કેશવને પોતાના ઘરે બોલાવ્યો હતો. નીતિન અને કેશવ બંને 20 વર્ષથી ગાઢ મિત્રો હતો. પરંતુ રૂપિયાના મામલે બંને વચ્ચે તકરાર થઈ હતી. જેમાં નીતિને કેશવની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ નીતન કેશવની જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. તેમજ પોતાના ઘરને પણ તાળુ મારીને નીકળી ગયો હતો. આમ, નીતિનના ઘર પાસેથી કેશવનો મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યારો નાટકીય રીતે પાછો આવ્યો
કેશવની હત્યા કર્યા બાદ હત્યારા નીતિને પોતાને પણ છરીના ઘા માર્યા હતા. પોતાના બંને હાથ અને પગ પર છરીના ઘા મારીને તેણે જાતને ઈજાગ્રસ્ત કરી હતી. અને બાદમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. જેથી કેશવના પરિવારજનો તેના પર તૂટી પડ્યા હતા. હત્યારાની જાહેરમાં ધોલાઈ કરતા હોસ્પિટલમાં ચકચાર મચી હતી. જોકે, પોલીસ તપાસમાં નીતિને કેશવની હત્યા કર્યાનું કબુલ્યું હતું. સ્થાનિક પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન