Surat Fire Broke In School Brigade Sealed School
  • Home
  • Featured
  • સુરતની શાળામાં ફરી આગ, NOC ન હોવાથી તંત્રએ શાળાને સીલ કરી

સુરતની શાળામાં ફરી આગ, NOC ન હોવાથી તંત્રએ શાળાને સીલ કરી

 | 11:48 am IST

સુરતના અગ્નિકાંડની શાહી હજી સૂકાઇ નથી. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 22 વિદ્યાર્થીઓને જીવતા ભડથું કર્યા હતા, ત્યારબાદ તંત્ર એક્શનમાં આવી જઇને રાજ્યના દરેક કલાસિસો અને સ્કૂલોમાં ફાયરની NOC ફરજિયાત લેવાની ફરજ પાડી હતી. પરંતુ તંત્રની આ કોશિશ માત્ર કાગળ પર જ સાબિત થઇ છે.

સુરતના અગ્નિકાંડ બાદ સુરતમાં બે સ્કૂલોમાં આગ લાગવાની ઘટના બની ગઇ છે. આજે પણ સુરતમાં શાળામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આજે સુરતમાં શાળા શરૂ થાય તે પહેલાં જ આગ લાગતા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી, અને મોટી દુર્ઘટના બનતી રોકાઇ હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના દાંડી રોડ વિસ્તારમાં આવેલી પ્રેમ ભારતી હિંદી વિદ્યાલય આવેલી છે. આ શાળામાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના ઘટી હતી. આગની ઘટના બનતા અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. સદ્દનસીબે આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શાળાની બહાર જ હતા જેથી કોઇ જાનહાનિ થઇ નહોતી.

ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, શાળાનું સમારકામ શરૂ હોવાથી શાળાની બહાર વિદ્યાર્થીઓ હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા શાળાને સીલ કરવામાં આવી છે. જ્યાં સુધી ફાયર NOC નહીં મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન