Surat Fire : Our children are Missing : Guardian
  • Home
  • Featured
  • અમારા સંતાનોની કોઈ જ ભાળ નથી મળતી : અનેક વાલીઓનો હૈયાફાટ રૂદન સાથે પોકાર

અમારા સંતાનોની કોઈ જ ભાળ નથી મળતી : અનેક વાલીઓનો હૈયાફાટ રૂદન સાથે પોકાર

 | 12:14 am IST

સરથાણામાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગને લઈને સનસનાટી મચી જવા પામી છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં 21 વિદ્યાર્થીઓ બળીને ભડથું થઈ ગયા છે. આ ઉપરાંત હજી 8 જેટલા વિદ્યાર્થીઓને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતાંક વધે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે ટ્યૂશનના ઘણા માતા-પિતાઓને તેમના સંતાન નથી મળી રહ્યાં.

આ વાલીઓ આક્રંદ સાથે સનસનાટીપૂર્ણ દાવા કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, અમારા સંતાનોનો કોઈ જ અતોપતો નથી. અમારા સંતાનો અમને જ નથી મળી રહ્યાં. ઘટનના સાત કલાક બાદ પણ તેઓ સંતાનોને શોધી જ રહ્યાં છે. પોતાના સંતાનોનું શું થયું હશે? તે જીવીત છે પણ કે કેમ? જો જીવીત છે તો ક્યાં છે અને જો મૃત્યુ પામ્યા છે તો તેમના મૃતદેહ ક્યાં છે? તેવા સવાલો ભારે હ્યદયે અને કાળજા પર પથ્થર રાખીને તેઓ પુછી રહ્યાં છે.

તો કેટલાક વાલીઓનો એવો પણ દાવો છે કે, હજી ઘણા વિદ્યાર્થીઓના મૃતદેહ ટ્યૂશન ક્લાસિસમાં જ છે. તેવી જ રીતે મૃતાંકનો આંકડો પણ ઘણો વધારે છે. તેને સામે જ નથી આવવા દેવાયો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનો સાચો આંકડો જ દબાવી દેવામાં આવ્યો હોવાનું ઘણા વાલીઓનું કહેવું છે. આમ આ વાલીઓના દાવાઓ પણ આ ઘટનાને લઈને અનેક શંકા-કુસંકા જગાવી રહ્યાં છે.

વાલીઓમાં એ હદે રોષ છે કે, ભલભલાના કાળજા કંપાવી નાખનારી દુર્ઘટના વચ્ચે પણ વાલીઓ ઘટનાસ્થળે ભારે નારેબાજી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આજે સાંજે લગભગ 4 વાગ્યાના સુમારે સુરતમાં સરથાના ખાતે આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ચોથા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જેમાં 21 વિદ્યાર્થીઓ બળીને મૃત્યું પામ્યા છે તો 30 જેટલા વિદ્યાર્થીઓએ જેમ તેમ કરીને કુદકા મારીને પોતાના જીવ બચાવ્યા હતાં.

આ વેડિયો પણ જુઓ

સુરત કોમ્પલેક્ષમાં આગ બાબતે dy CMનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન