Surat Fire Tragedy: ACB registered Complaint Against Dy. Chief Fire Officer
  • Home
  • Featured
  • સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલોઃ 3 મહિના બાદ ડે.ચીફ ફાયર ઓફિસર સામે નોંધાયો આ ગુનો

સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલોઃ 3 મહિના બાદ ડે.ચીફ ફાયર ઓફિસર સામે નોંધાયો આ ગુનો

 | 4:18 pm IST

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના ત્રણ મહિના બાદ સુરતના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે વધુ એક ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય આચાર્ય સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. સંજય આચાર્ય પાસેથી 67 લાખથી વધુ કિંમતની મિલકત મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ સંજય આચાર્ય લાજપોર જેલમાં બંધ છે.

સુરત ACB દ્વારા ડેપ્યુટી ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે અપ્રમાણસર મિકલનો ગુનો નોંધાયો છે. એસીબીની તપાસમાં ફાયર અધિકારી પાસે 81.40% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. સંજય આચાર્ય પાસે રૂપિયા 67 લાખથી વધુની મિકલતો મળી આવી છે. આ મામલે સુરત એસીબી દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય હાલમાં લાજપોર જેલમાં કેદ છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકાના બે અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયા બાદ ત્રીજા ગુનો ફાયર અધિકારી સંજય આચાર્ય નોંધવામાં આવ્યો છે. આ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુભાઈ કરસનભાઈ પરમાર પાસેથી 1 કરોડથી વધુની 116% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી હતી. અને જુનિયર ઈજનેર હરેરામ દુર્યોધનસિંહ પાસેથી 42 લાખથી વધુની 47 % વધુ અપ્રમાણસરની મિલકત મળી આવી હતી. સુરત તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોનાં મોત નિપજ્યા હતા. જે બાદ પોલીસે ક્લાસ સંચાલક, તક્ષશિલા આક્રેડના બિલ્ડર, ફાયરના અધિકારી, મનપાના અધિકારી સહિત 10ની ધરપકડ કરી હતી. જે તમામ લોકો હાલ જેલના સળિયા ગણી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ

સુરતમાં હેલ્મેટ પહેરી ગણેશજીની આરતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન