Surat Fire Tragedy: Court Refuse Bail Plea of Takshila accused
  • Home
  • Featured
  • તક્ષશિલા અગ્નિકાંડમાં માસૂમોનો ભોગ લેનાર તમામ 9 આરોપીઓને કોર્ટે આપ્યો જબરદસ્ત ઝટકો

તક્ષશિલા અગ્નિકાંડમાં માસૂમોનો ભોગ લેનાર તમામ 9 આરોપીઓને કોર્ટે આપ્યો જબરદસ્ત ઝટકો

 | 9:03 pm IST

સુરતમાં સર્જાયેલ તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુરતના સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં નવ આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં કોર્ટે આજે તમામ નવેય આરોપીઓનાં જામીનની અરજી ફગાવી દીધી હતી. એટલે માસૂમોનો ભોગ લેનાર આરોપીઓની જેલની હવા જ ખાવી પડશે.

અગાઉ આરોપીઓએ ચાર્જશીટ રજૂ થાય એ પહેલાં કોર્ટમાં જામીન અરજી કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી, જયારે કેટલાંક આરોપીઓ હાઇકોર્ટ ગયા હતા, જ્યાંથી જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી. આ કેસમાં અધવચ્ચે સ્પેશિયલ પી.પી. તરીકે પ્રલુસિંહ પરમારની નિમણૂંક કરવામાં આવી હતી. આજે કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કરતાં હવે આરોપીઓ પાસે હાઈકોર્ટનો રસ્તો રહ્યો છે.

૨૪મી મેના રોજ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી, જેમાં ચોથા માળે આગમાં ૧૬ માસુમ વિદ્યાર્થીઓના સળગી જવાને કારણે મોત થયા હતાં, તો 6 વિદ્યાર્થીઓના કૂદી પડતા મોત થયા હતાં. સમગ્ર દેશમાં આ ઘટના બાદ રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ કેસની તપાસ હાથ ધરાઈ હતી. જેના બાદ તક્ષશિલા આર્કેડના ત્રીજા અને ચોથા માળે ગેરકાયદેસર બાંધકામ કરાયુ હોવાનું ખૂલ્યું હતું. ત્રીજા અને ચોથા માળની અગાશી પર ગેરકાયદેસર બાંધકામ કરીને ટ્યુશન ક્લાસિસ શરૂ કરાયા હતા. ત્યારે ત્યારે ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓઃ

ગાંધીનગર સેકટર 11 માં આવેલા રાધે સ્વીટના કટલેશમાં નીકળી જીવાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન