Surat Fire Tragedy : Small Mistakes of Bhargav Bhutani Turns into Big Fire in Takshshila Complex
  • Home
  • Featured
  • સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મોટો ધડાકો, ભાર્ગવ બુટાણીની આ મૂર્ખામીના કારણે 22 માસૂમોના જીવ ગયા

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મોટો ધડાકો, ભાર્ગવ બુટાણીની આ મૂર્ખામીના કારણે 22 માસૂમોના જીવ ગયા

 | 12:06 pm IST

સુરતનાં તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડની ઘટના ફરી એકવખત ચર્ચામાં આવી છે. આ ઘટનામાં બચાવપક્ષની દલીલો ગઇકાલે પુરી થઇ છે. ત્યારબાદ સરકારપક્ષ આરોપીઓના જામીનના વિરોધમાં રજૂઆત કરશે. સુરતનાં તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં ક્લાસમાં હાજર ઋષિત વેકરિયાના નિવેદન પર એક દલીલે તમામનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

સુરતના અગ્નિકાંડમાં ક્લાસમાં હાજર લોકોના નિવેદન આધારે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. ક્લાસમાં હાજર ઋષિત વેકડિયાએ એક નિવેદન આપ્યું છે કે ‘પ્લાસ્ટિકનો કચરો સળગતો હોવાનું અનુમાન ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીએ લગાવ્યું હતું. જેના કારણે 3.30 વાગ્યે કચરો બળતો હોવાનું કહી ક્લાસનો દરવાજો બંધ કરાયો હતો. સંચાલક ભાર્ગવ બુટાણીની મૂર્ખાઇને કારણે 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઋષિત વેકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સંચાલક ભાર્ગવ બુટાણીની મુર્ખામીમાં કારણે આ ગમખ્વાર હોનારત સર્જાઇ હોવાની વાત સામે આવી છે. દલીલમાં વકીલે ઋષિતે ક્રાઈમ બ્રાન્ચમાં આપેલા નિવેદનો ટાંક્યા છે. હવે દલીલો બાદ જામીન અરજી ઉપર વધુ સુનવણી આજે યોજાશે.

ગુરુવારે કોર્ટમાં શું થયું ?
સુરતના અગ્નિકાંડમાં આગ કાંડમાં સાપરાધ મનુષ્ય વધના ગુનામાં જેલવાસ ભોગવતા 9 આરોપીઓએ અગાઉ જામીન નકારાયા બાદ વધુ એકવાર ચાર્જશીટ રજુ થયાના ગ્રાઉન્ડ પર જામીન માટે માંગ કરી છે.

આજે આ કેસમાં સંડોવાયેલા તક્ષશિલા આર્કેડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર,સવજી પાઘડાળ તથા ફાયર વિભાગના આરોપી અધિકારી કીર્તિ મોઢ, હિમાંશુ ગજ્જર તથા ડીજીવીસીએલના આરોપી ઈજનેર દિપક નાયકના બચાવપક્ષની દલીલો હાથ ધરવામાં આવી હતી. જે તમામ આરોપીઓનાં બચાવપક્ષે કેતન રેશમવાલા,રાજેશ ઠાકરીયા તથા કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થઈ જતાં તપાસ પુરી થઈ ગઈ છે.

ચાર્જશીટમાં આરોપીઓની ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હોવાનું ચાર્જશીટ પરથી ફલિત થતું નથી. આરોપીઓ સ્થાનિક રહીશ હોઈ નાસીભાગી જાય કે ટ્રાયલમાં ગેરહાજર રહે તેવી સંભાવના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન