પ્રયાગરાજ નાસિક સમાન તીર્થસ્થળ આવેલું છે ગુજરાતમાં, ક્લિક કરીને જાણો ક્યું છે આ પવિત્રસ્થળ - Sandesh
  • Home
  • Spiritual
  • પ્રયાગરાજ નાસિક સમાન તીર્થસ્થળ આવેલું છે ગુજરાતમાં, ક્લિક કરીને જાણો ક્યું છે આ પવિત્રસ્થળ

પ્રયાગરાજ નાસિક સમાન તીર્થસ્થળ આવેલું છે ગુજરાતમાં, ક્લિક કરીને જાણો ક્યું છે આ પવિત્રસ્થળ

 | 12:50 pm IST

સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામના સીમાડે આવેલું છે આશરે 400 વર્ષ જૂનુ ગલતેશ્વર મહાદેવનું મંદિર. સ્વયંભુ પ્રગટેલા આ શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભક્તોના ઘોડાપુર ઉમટે છે. ભક્તો ભગવાન શિવની આરાધના કરી ધન્યતા અનુભવે છે. કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવનો ઈતિહાસ પણ અત્યંત રોચક છે.

tapi mahadev

જ્યારે ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પ્રસન્ન કરી અને પૃથ્વી પર પધારવા પ્રાર્થના કરી હતી. પરંતુ તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજીએ પૃથ્વી પર પધારવાની ના કહી ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનું મહાત્મા હરી લેવા માટે પૃથ્વી પર મોકલ્યા નારદજીએ પૃથ્વી પર આવી તપ અને પ્રાર્થના કરી અને તાપી માતાને પ્રસન્ન કર્યા. નારદજીએ તેમના તપના ફળરૂપે વરદાનમાં તાપી માતાનો મહાત્મા માંગી લીધો. તાપી માતાએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મા તો આપ્યું પરંતુ વરદાન મળતા નારદજી ચિંતિત થઇ ગયા અને શરીર પર સફેદ ડાઘ એટલે કે કૃસ્ત રોગ થયો નારદજી પોતાના પિતા બ્રમ્હાજી પાસે ગયા પણ બ્રમ્હાજીએ નિશ્ચેય બાળકનું મોં જોવાની પણ ના કહી દીધી અને સમાધિમાં લીન થઇ ગયા. નારદજી મનોમંથન કરી અને શિવજી પાસે ગયા અને તેમને આપવીતી કહી. ભોળા નાથે નારદજીને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું કે તાપી માતા દયાળુ છે એટલે અવશ્ય પ્રસન્ન થશે. એટલે નારદજી તાપી તટે ગંગાજીનું તપ કરી ગંગા મૈયાને આહ્વાન આપે છે અને નારદજીના તપના પ્રભાવથી ગંગાજી પ્રગટ થાય છે નારદજી અને ગંગાજીના પ્રભાવે તાપી માતા પ્રસન્ન થયા અને નારદજી પણ રોગ મુક્ત થયા.

tapi shiv ji

ગલતેશ્વર મહાદેવ મંદિર એવું તીર્થ સ્થાન છે જ્યાં ત્રિવેણી નદી એટલે કે નારદી ગંગા,ગોમતી ગંગા અને સૂર્ય પુત્રી તાપી માતાનો સંગમ છે. આ તીર્થ સ્થાનનું મહત્વ પ્રયાગરાજ નાસિક ત્રંમ્બકેશ્વર જેટલું જ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે, કહેવાઈ છે કે અહી કોઢના રોગીઓ આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધા પૂર્વક સ્નાન કરે છે ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરે છે તેને રોગમાંથી મુક્તિ મળે છે.

ગ્રામજનો ધ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં ગામજનોના સહ-ભંડોળથી મંદિરના પરિસરમાં 65 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા મુકવા આવી છે જે પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોર્તીલીંગ સાથે સ્ફટિક અને અમરનાથનું આબેહુબ શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. ભક્તો માટે અહિં ભંડારો પણ ચલાવામાં આવે છે.