Surat ganapati bajrama worth more than 500 crores
  • Home
  • Photo Gallery
  • સુરતમાં 500 કરોડથી વધુની કિંમતના ગણપતિ બિરાજમાન, જુઓ તસવીરો

સુરતમાં 500 કરોડથી વધુની કિંમતના ગણપતિ બિરાજમાન, જુઓ તસવીરો

 | 11:34 am IST

ડાયમંડ સિટી સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે. સુરત હીરાની નગરી તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં હીરાની કોઈ પણ વસ્તુ હોવી સામાન્ય બાબત છે. પરંતુ શહેરમાં એક હીરા વેપારીને ત્યાં હીરામાં દેખાતી ગણપતિની પ્રતિકૃતિ બધાને અચંબો અપાવે તેમ છે. રફ ડાયમંડમાં બનાવેલી ગણેશજીની પ્રતિકૃતિ દેશભરમાં એક છે અને તે પણ સુરતમાં છે.

શહેરનાં મહિધરપુરા ખાતે હીરાનાં વેપારી કનુભાઈ આસોદરીયા પોતે હીરા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવાનો વ્યવસાય કરે છે. 14 વર્ષ અગાઉ તેમના પિતાએ બેલ્જીયમથી રફ ડાયમંડનો એક લોટ મંગાવ્યો હતો. જેમાં એક અમુલ્ય રફ ડાયમંડ મળી આવ્યો હતો. આ ડાયમંડમાં ગણેશજીની પ્રતિકૃતિ દેખાઈ રહી હતી. જેથી તેમના દ્વારા આ હીરાના ગણેશજીને પૂજા અર્ચના કરી ઘરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં.

કનુભાઈ આસોદરીયા અને તેમના પરિવારના લોકો આમ તો દર વર્ષે ગણેશ ચતુર્થી વખતે આ શ્રીજીની ખાસ પૂજા કરે છે. આ વિશેષ રફ ડાયમંડની વાત કરીએ તો 182.53 કેરેટનો ડાયમંડ છે. જેનું વજન 36.50 ગ્રામ છે. અત્યારે આ ડાયમંડની કિંમત 500 કરોડથી વધુની છે. કનુભાઈને આ શ્રીજીની પ્રતિકૃતિ વેચવા માટે ઘણા ઇન્ટરનેશનલ ઓક્શન હાઉસમાંથી પણ ફોન આવ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ લેબોરેટરી દ્વારા પણ સર્ટી આપવામાં આવ્યું છે. આ ડાયમંડ પર કોઈ પ્રોસેસ કરવામાં આવી નથી. કેટલાક નિષ્ણાંતો આ રફ ડાયમંડ જોવા પણ આવી ગયા છે.

હાલ સુરતમાં 70 હઝાર જેટલી પ્રતિમા વિસર્જન થાય છે, 7 લાખ જેટલા લોકો આ ઉત્સાવમાં જોડાયા છે.અને આ વખતે માત્ર 19 તળાવોની વ્યવસ્થાઓ અને તેમાં પણ 5 ફૂટ થી નાની પર્ટીમાંનું કુત્રિમ તળાવમાં વિસર્જન 5 ફૂટ થી મોટી પ્રતિમાઓનું દરિયામા વિસર્જન જેને લઈને મંડળો ચિંતામાં મુકાયા છે. કારણકે સુરત ખાતે 8 થી 10 ફૂટની પર્ટીમાં વાળા 15 હઝાર થી વધુ મંડળો અને 5 થી 8 ફૂટ ની પ્રતિમા વચ્ચે 10 હઝાર જેટલા મંડળો છે. તો આ વખતે આ મંડળો પાલિકા અને તંત્રના ઐતિહાસિક નિર્ણયથી નાખુશ જોવા મળ્યા છે અને વિસર્જનને લઈ ને અસમજાણ જેવી સ્થિતિ માં મુકાયા છે