સુરતીલાલાઓ સ્કેટિંગ પહેરીને મન મુકીને રમે છે ગરબા , જો જો ચુકી ન જવાય જોતા - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Surat
  • સુરતીલાલાઓ સ્કેટિંગ પહેરીને મન મુકીને રમે છે ગરબા , જો જો ચુકી ન જવાય જોતા

સુરતીલાલાઓ સ્કેટિંગ પહેરીને મન મુકીને રમે છે ગરબા , જો જો ચુકી ન જવાય જોતા

 | 4:16 pm IST

રાજ્યમાં પ્રથમવાર સુરતમાં સ્કેટિંગ કરતા ગરબે ઘૂમવાની તૈયારીઓ સુરતી ખેલેયાઓએ શરુ કરી દીધી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ખાસ વાત એ છે કે સ્કેટિંગ પર ગરબાની સાથે સાથે દાંડિયા પણ રમી રહ્યા છે ખેલૈયાઓ. ગરબાને લઈને સુરતીઓમાં ઉત્સાહ વધે અને તેઓ ઉત્સાહ પૂર્વક ગરબે ઘૂમે તે માટે સુરતમાં શરૂ કરવામાં આવેલી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટીસ ધૂમ મચાવી રહી છે. જો કે આ ખેલૈયાઓને થોડુક ટફ છે. સ્કેટિંગ કરી હાથમાં દાંડિયા લઈને આ ખેલૈયાઓ મન મુકીને રમી રહ્યાં છે.

સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી એક ગરબા કલાસ ચાલે છે. સુરતીઓને નવા નવા પ્રકારના ગરબા શીખવામાં ખુબજ રસ હોય છે. જેથી ગોડદોડ રોડનો ગરબા કલાસ આ વર્ષે પણ કઈક હટકે સ્કેટિંગ ગરબા લાવ્યા છે. ગણેશોત્સવની ઉજવણી કર્યા બાદ સુરતીઓ નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા. સુરતીઓ મોટી સંખ્યામાં સ્કેટિંગ ગરબા શીખી કંઈક અલગજ આકર્ષણ ઉભું કરે છે. ગરબાને લઈને સુરતીઓમાં ઉત્સાહ વધે અને તેઓ ઉત્સાહ પૂર્વક ગરબે ઘૂમે તે માટે સુરતમાં શરુ કરવામાં આવેલી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટીસ પણ ધૂમ મચાવી રહી છે.