સુરતના વેપારીનું હૃદય માત્ર 2 કલાકમાં અમદાવાદ પહોંચાડાયું - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.8450 -0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સુરતના વેપારીનું હૃદય માત્ર 2 કલાકમાં અમદાવાદ પહોંચાડાયું

સુરતના વેપારીનું હૃદય માત્ર 2 કલાકમાં અમદાવાદ પહોંચાડાયું

 | 3:47 pm IST

ગુજરાત સફળ રીતે હાર્ટને ટ્રાન્સફર કરીને અમદાવાદમાં પહોંચાડાયું હતું. માત્ર 120 મિનિટમા 277 કિલોમીટરનું અંતર કાપીને હૃદય સુરતથી અમદાવાદ પહોંચાડાયું હતું. ત્યારે એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનથી કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રાજેશ કુમાર નામના વ્યક્તિનું થોડા સમય પહેલા અકસ્માત થયો હતો. પદ્મડુંગરી ખાતે બિઝનેસના કામ અર્થે ગયેલા આ વેપારીને પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાલે રાજેશ કુમારને સારવાર બાદ ડોક્ટરે બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. આ અકસ્માતના થોડા દિવસો બાદ તેમના પરિવાર ઓર્ગન ડોનેશનની માહિતીથી વાકેફ થયા હતા. ડોનેટ લાઈફે રાજેશના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું, જેના બાદ પરિવારે રાજેશ કુમારના ઓર્ગનને ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું. અગ્રહરી વૈશ્ય સમાજના મંત્રીના ઓર્ગન ડોનેશનથી કુલ 6 લોકોને નવજીવન મળ્યું હતું. જેમાં તેમનું હૃદય અમદાવાદના ઓએનજીસીના ડાયરેક્ટર વિસમ યાદવમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ માટે 120 મિનીટમાં જ 277 કિલોમીટરનું અંતર કાપીને હૃદય સુરતથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૮ જુલાઈએ સુરત પાસેના બિલિમોરા હાઇવે પર અમિત હળપતિનો ઍક્સિડન્ટ થતાં તેનું બ્રેઇન ડેડ થયું હતું. અમિતના ફૅમિલી-મેમ્બરે ગઈ કાલે અમિતનાં હૃદય સહિત કિડની, લિવર, પૅન્ક્રિયાસ અને બન્ને આંખોનું દાન કર્યું હતું જેમાંથી અમિતનું હાર્ટ અમદાવાદમાં રહેતા સોહેલ નામના મુસ્લિમ ભાઈના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. માત્ર ૮૫ મિનિટમાં સુરતથી ૨૭૭ કિલોમીટરનું અંતર કાપીને હૃદયને અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં થયેલું આ બારમું હાર્ટ-ડોનેશન છે.