હિતેશ રબારી આપઘાત કેસમાં જ્યોતિની આગોતરા જામીન અરજી અંગે બુધવારે સુનાવણી - Sandesh
NIFTY 10,549.40 -15.90  |  SENSEX 34,359.71 +-67.58  |  USD 66.0400 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હિતેશ રબારી આપઘાત કેસમાં જ્યોતિની આગોતરા જામીન અરજી અંગે બુધવારે સુનાવણી

હિતેશ રબારી આપઘાત કેસમાં જ્યોતિની આગોતરા જામીન અરજી અંગે બુધવારે સુનાવણી

 | 7:03 pm IST

સુરતમાં ધનાઢ્ય ને ઘોડાં ઉછેરવાના શોખિન હિતેશ રબારીએ ગઈ તા. 22 જૂને પોતાના ગણદેવી સ્થિત વીર સ્ટડ ફાર્મમાં પોતાની જ રિવોલ્વરમાંથી કપાળમાં ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો. આ કિસ્સામાં પરિણીતા જ્યોતિના ત્રાસથી ત્રસ્ત થઈ હિતેશે આપઘાત કર્યો હોવાની વાત સપાટી પર આવી હતી. જો કે પોલીસ જ્યોતિની પૂછપરછ કરે તે પહેલા જ જ્યોતિ તાળાં મારી પલાયન થઈ ગઈ હતી.

થોડા દિવસ પૂર્વે જ્યોતિએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.  જેની એક મુદ્દત તા. 12મીએ પડી હતી પણ તે વખતે પોલીસ હાજર ન રહી શકતા વધુ એક સુનાવણી તા. 19મીએ રાખી છે. હવે 19મીએ સાચો ખ્યાલ આવશે કે પોલીસ જ્યોતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં સફળ રહેશે કે પછી જ્યોતિ આગોતરા જામીન મેળવવામાં સફળ રહેશે.