Surat: HM Harsh Sanghavi stops convoy after woman 'jumped into river'
  • Home
  • Featured
  • સુરત: ગૃહમંત્રીએ કોન્વોય અટકાવી હોસ્પિટલ મોકલેલી મહિલાનું શું થયું?

સુરત: ગૃહમંત્રીએ કોન્વોય અટકાવી હોસ્પિટલ મોકલેલી મહિલાનું શું થયું?

 | 10:53 am IST
  • Share

  • પોલીસ કંટ્રોલને જાણ કરી, મહિલાનો જીવ બચાવવા વિશેષ કોન્વોય અપાવ્યો

  • સક્રિયતાઃ ગૃહમંત્રીએ કોન્વોય અટકાવી મોરચો સંભાળ્યો હતો

  • સરદાર બ્રિજ પરથી શનિવારે સાંજે એક અજાણી મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી

શહેરના સરદાર બ્રિજ પરથી શનિવારે સાંજે એક અજાણી મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. બ્રિજ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. તે સમયે બ્રિજ પરથી પસાર થઇ રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટોળું જોઇ પોતાનો કાફલો અટકાવી દીધો હતો. સ્થળ ઉપર હકીકત જાણી ગૃહમંત્રીએ તુરંત સક્રિયતા દાખવી હતી. ફાયર વિભાગ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. મહિલાનો જીવ બચાવવા તેણીને ઝડપથી હોસ્પિટલમાં શિફ્ટ કરવા વિશેષ કોન્વોય પણ અપાવ્યો હતો. પરંતુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ મહિલા મોતને ભેટી

બન્યુ એવું હતું કે, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી શનિવારે સાંજે અઠવાગેટથી સરદાર બ્રિજ થઇ અડાજણ તરફ જઇ રહ્યાં હતા. તેના થોડા સમય પહેલા જ એક અજાણી મહિલાએ જિંદગીથી હતાશ થઇ સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં ભૂસકો મારી દીધો હતો. નજીકથી પસાર થઇ રહેલા રાહદારીઓએ મહિલાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના પ્રયત્નો અસફળ રહ્યાં હતા. મહિલાએ રાહદારીઓની નજર સામે જ બ્રિજ પરથી તાપીમાં પડતું મુક્યું હતું. મરૃણ કલરનો કુર્તો અને સફેદ રંગની લેગ્ન્સિં પહેલી મહિતાને તાપીમાં કૂદકો મારતા જોઇ સ્થળ ઉપર મોટીસંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. બરાબર તે સમયે ગૃહમંત્રી સંઘવીનો બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. સ્થળ ઉપર લોકોનું ટોળું જોઇ સંઘવીએ કોન્વોય અટકાવ્યો હતો. લોકટોળામાં થઇ રહેલી સાંપ્રત સ્થિતિની ચર્ચા અંગે મેસેજ મેળવી તેઓ તુરંત કારમાંથી નીચે ઉતરી સક્રિયા થયા હતા.

સરદાર બ્રિજ પરથી અજાણી મહિલાએ તાપીમાં છલાંગ મારી હોવાનો પોલીસ કંટ્રોલને મેસેજ કર્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરો અંગે પણ માહિતી મેળવી હતી. મહિલા નદીના એક તરફના કિનારા તરફ પડી હોય અને નદીના કાદવમાં સબડી રહી હોય ફાયર વિભાગે તેણીને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. બીજીતરફ સંઘવીએ મહિલાને તુરંત હોસ્પિટલ લઇ જવા માટે પોલીસ સાથે વાતચીત કરી વિશેષ કોન્વોય અપાવ્યો હતો. તાપીમાંથી મહિલાને બહાર કાઢવામાં આવી તે સમયે તેણીનો શ્વાસ ચાલી રહ્યો હોય તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબોએ દુર્ભાગ્યવશ તેણીને મૃત જાહેર કરી હતી. તાપીમાં ભૂસકો મારનાર અજાણી મહિલાનું નામ શું છે? ક્યાં રહે છે? આપઘાત કરવા પાછળ શું કારણ છે? તેને લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો