Surat In 61-year-old man from lost facial bones due to fungus in mucormycosis re-developed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઘોર આશ્ચર્ય: મ્યુકોરમાઈકોસિસમાં ફંગસથી ચહેરાનાં હાડકાં ગુમાવનાર સુરતના 61 વર્ષીય વૃદ્ધનાં હાડકાં ફરી વિકસ્યાં

ઘોર આશ્ચર્ય: મ્યુકોરમાઈકોસિસમાં ફંગસથી ચહેરાનાં હાડકાં ગુમાવનાર સુરતના 61 વર્ષીય વૃદ્ધનાં હાડકાં ફરી વિકસ્યાં

 | 12:44 pm IST
  • Share

  • મ્યુકોરમાઈકોસિસની સારવાર આર્યુવેદિકનો ઉપચાર સફળ રહ્યો હોવાનો અનોખો કિસ્સો
  • ફંગસથી ખરાબ થયેલા 61 વર્ષીય વૃદ્ધને આંખ પાસેના અને દાંતના જડબાના હાડકા ફરી વિકસ્યા
  • આર્યુવેદિકના ઉપચાર પૂર્વે સર્જનની સલાહ લેવાતાં ઓપરેશન એકમાત્ર વિકલ્પ હોવાનું દર્દીને જણાવાયું હતું

કોરોનાની માફક મ્યુકોરમાઈકોસિસના એકલ-દોકલ કેસ સાથે પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો તબીબી મત છે. ત્યાં મ્યુકોરની જટીલ સારવાર અને ઓપરેશનની જગ્યાએ આર્યુવેદિક ઉપચારથી સુરત શહેરના 61 વર્ષીય વૃદ્ધા 3 મહિનામાં સારા જ નહીં થયા પરંતુ તેમના સડી ગયેલા હાડકા પણ ફરી વિકસ્યા હોવાનો કિસ્સો શહેરમાં બન્યો છે. તબીબો દ્વારા રેર ઓફ ધી રેર કેસ હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

કોરોનાની બીજી લહેરની સાથો-સાથ શહેરમાં બ્લેક ફંગસ રૂપી મ્યુકોરમાઈકોસિસ રોગનો કહેર પણ જોવા મળ્યો હતો. એક સમયે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 100થી વધુ દર્દીઓ મ્યુકોરની સારવાર લઈ રહ્યા હોવાનું ચોપડે નોંધાયું હતું. જેમાં 70 ટકાથી વધુ દર્દીઓએ આંખ, જડબુ કે નાકનું હાડકું ગુમાવવાની નોબત આવી હતી. જેમાં કેટલાંક દર્દીઓને તો મગજ સુધી બ્લેક ફંગસ ફેલાઈ જવાનો કિસ્સો પણ બન્યો હતો.

ત્યાં આર્યુવેદિક પદ્ધતિથી પણ શહેરમાં સેકડો દર્દીઓને રાહત થઈ હોવાની સાથે મોંઘીદાટ સર્જરી અને ઈન્જેક્શનના 100થી વધુ ડોઝ લેવામાંથી મુક્તિ મળી હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં લીમડાના પાનનો ધુમાડો, વિડંગ, વમન ક્રિયાઓ થકી 300થી વધુ દર્દીઓને સારવાર આપી સાજા કરાયા છે. ત્યાં શહેરમાં એક મ્યુકરના દર્દીનું 03 મહિના પછી હાડકું રિડેવલોપ(વિકસિત) થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

61 વર્ષીય વૃદ્ધા વિનુ પોકીયાને ૩ માસ અગાઉ કોરોના થયો હતો, ડાયાબિટીસની સાથે દર્દીને પેરાલિસિસ પણ હતો. ત્યાં મ્યુકોરમાઈકોસિસના કારણે તેમના મેક્સિલા(દાંતના જડબાના હાડકા) અને આંખની નીચેના હાડકામાં ફંગસ ફેલાતા નુકશાન થયું હતું. આર્યુવેદિક તબીબના દાવા પ્રમાણે, ૩ માસ સુધી ચાલેલી આર્યુવેદિક સારવાર બાદ તેમના મ્યુકોરના કારણે હલતાં દાંત, દાંતમાંથી પડતી રસી, દુર્ગંધ દૂર થવાની સાથો-સાથ મેક્સિલાના હાડકા ફરી વિકસિત થઈ ચૂક્યા છે. જેને મેડીકલ સાયન્સમાં રેર ઓફ ધી રેર કેસ તરીકે હાલ જણાવામાં આવી રહ્યો છે.

અન્ય તબીબોએ તો સર્જરી કરી જડબુ કાઢવા કહ્યુ હતું

મારા પિતાને ૩ માસ અગાઉ કોરોના થવાની સાથો-સાથ ડાયાબિટીસ હતો. તે પહેલાં તેમને પેરાલિસિસ થઈ ચૂક્યો હતો. મ્યુકોરના કારણે જડબામાં ફંગસ ફેલાતા દાંત હલવા, રસી પડતી હતી. અમે આર્યુવેદિક પૂર્વે અન્ય તબીબોને બતાવ્યું તો તેમણે સર્જરી કરીને શરીરના અન્યભાગને બચાવી લેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ અમે આર્યુવેદિક ઉપચાર શરુ કર્યો છે. આજે તેમની સ્થિતિ ખૂબ સારી છે. તમામ સમસ્યા દૂર થઈ છે.

રેર ઓફ ધ રેર કેસ કહીં શકાય

કોરોના કાળમાં મ્યુકોરના ઘણાં કેસ સામે આવ્યા હતા. જેમાં લોકોના મેક્સિલા કાઢી લેવાની નોબત આવી હતી. વિનુભાઈના કેસમાં પણ કરવામાં આવી શરુઆતી તપાસમાં ફંગસને વધતો અટકાવવા માટે સર્જરી એક વિકલ્પ હતો. જોકે, આર્યુવેદિક સારવાર બાદ તેમને રાહત થવાની સાથે તેમના આંખની નીચેના અને મેક્સિલાના હાડકા રિડેવલોપ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે રેર ઓફ ધ રેર કેસ કહીં શકાય.

આર્યુવેદિક ઉપચારથી ઘણાં દર્દીઓને ધીમે પણ ચોક્કસ રાહત થઈ

આર્યુવેદિક પદ્ધતિથી કોરોના દરમિયાન સર્જાયેલી મ્યુકોરની બિમારનો સફળ ઉપચાર શહેર જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી સુરત આવીને દર્દીઓએ મેળવ્યો છે. 300થી વધુ દર્દીઓને આર્યુવેદિક પદ્ધતિથી સાજા કરવામાં સફળતા મળી છે. અન્ય તબીબોએ જ્યાં વિનુભાઈને સર્જરી કરવા કહી હતી. ત્યાં ૩ મહિના સુધી ફક્ત આર્યુવેદિક પદ્ધિતિથી ઉપચારથી તેમના હાડકા ડેવલોપ થયા છે. જે રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો