Surat In Garba was written about fire, rail, drought, plague
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સમય સમયનું સર્જન: સુરતમાં આગ, રેલ, દુકાળ, પ્લેગ વિશે ગરબા લખાયા હતા

સમય સમયનું સર્જન: સુરતમાં આગ, રેલ, દુકાળ, પ્લેગ વિશે ગરબા લખાયા હતા

 | 11:07 am IST
  • Share

  •  સુરતમાં થયેલી દુર્ઘટનાઓની શહેરીજનોના માનસપટ પર ખૂબ ઊંડી અસર થઇ હતી

  • પ્રાચીન સમયે દર થોડા વર્ષે શહેરમાં કુદરતી આફતો આવતી હોઈ કવિઓની રચનામાં તેને સ્થાન મળ્યું હતું

  • આવી આફતો માતાજી દૂર કરે અને વિપદા ભૂલાય નહીં તે માટે ગરબા લખાયા હતા

સુરતમાં પ્રાચીન સમયમાં આગ, રેલ, દુકાળ અને પ્લેગ વિશે ગરબા લખાયા હતા. શહેરમાં થોડા-થોડા સમયમાં કુદરતી આફતો આવતી હતી. આ કુદરતી આફતોની જનમાનસ પર ઊંડી આસર પડતી હતી, તેથી કવિ ગરબા લખીને આફતો વ્યક્ત કરતા હતા.

નવરાત્રી શરૂ થઈ ગઈ છે, એટલે લોકોને ગરબાની યાદ આવે છે. ગરબા ગુજરાતી લોકસાહિત્યનો ભાગ છે. ગરબો ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. સુરત વિશે ફ્લ્મિ, નવલકથા, નાટક, વાર્તા, કવિતા, ગીત, ગઝલ, છંદ, દોહા, લાવણી અને ગરબાઓની રચના થઈ છે. સુરતમાં થયેલી દુર્ઘટનાઓની શહેરીજનોના માનસપટ પર ખૂબ ઊંડી અસર થઇ હતી, તેની વેદના ગરબા સ્વરૂપે અભિવ્યક્ત કરાઇ હતી. ઈ.સ. 1883 અને 1894માં શહેરમાં વિનાશક રેલ આવી હતી.

ઈ.સ 1889 અને 1900ની સાલમાં ભયંકર આગ, ઈ.સ 1899નો દર્દનાક પ્લેગ અને ઇ.સ. 1900 કારમો દુકાળ પડયો હતો. દુર્ઘટનામાં થયેલી જાનહાનિ તે સમયે રચાયેલા ગરબા દ્વારા જાણવા મળે છે. ગરબાઓમાં દુર્ઘટના દરમિયાન જુદાજુદા વિસ્તારમાં આગ કે પાણીથી થયેલા વિનાશનું વર્ણન, દુષ્કાળમાં ભૂખે મરતા લોકો, અનાથ થયેલા બાળકો, લાચાર વૃદ્ધોની વેદનાનું વર્ણન, રોગચાળાથી ટપોટપ મરતા લોકોના પરિજનોના આક્રંદનું વર્ણન કરવામાં આવતું હતું.

ઇતિહાસકાર સંજય ચોકસીએ જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ફરતી હોડી અને જાંબાઝ તરવૈયાઓની વાતો. અગનગોળા સાથે ખેલાતા વીર જવાનોની દાસ્તાન, દર્દીની નિસ્વાર્થ સેવા કરતા વૈદ અને ડોક્ટરોની વિગત ગરબામાં વણી લેવામાં આવી છે. જુદી જુદી વ્યક્તિના સેવાકાર્યોની સુંદર નોંધ લેવામાં આવી હતી. સુરત, મુંબઈ અને અમદાવાદમાંથી મળેલી નાણાકીય મદદની વિગતો ગરબામાં જાણવા મળે છે. આ ગરબા કઈ તારીખે, કયા વારે, કયા સમયે, કયા સ્થળ પર દુર્ઘટનાની શરૂઆત થઈ તેની સાથે ખાસ કયા રાગ તેમજ કઈ કૃતિ પર આધારિત છે, ગરબાની રચના કરનાર અને પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ વિશે પણ જણાવવામાં આવતું હતું.

આગનો ગરબો

આજ્ઞા આતીશે ઉપન્યો રે બળાયું સુરત શહેર,
ભડકા થયા ભય પાડતા કીધો કારમો પેર.
બળી ભાગોળ બરહાનપુરી જયાં છે વસ્તી અપાર,
લકડપીઠાના બાળા લાકડા કરે લોકો પોકાર…

રેલનો ગરબો

રેલ માતાએ કીધી માથે પધરામણી, જેથી થયો પુરીમાં હાહાકાર જો,
પાણીએ ચારે દિશા રોકી મૂકી, ફેલાતા નવ લાગી કાંઇ વાર જો,
આગગાડી, પોસ્ટહાફીશ સર્વ બંધ રહી, કિલ્લાનું પણ એવી રીતે જાણજો

દુકાળનો ગરબો

શ્રી સરસ્વતી સુત માગે શુભ મતી, રાતી, આતી, કૃપા કરે આ બાળની લતી.
બાળતણી લત પૂરી કરજે, ધરજે અરજી કર જશવંતી જીભ્યાએ વશી, રાખે બાળ હજાર.
જેથી જસ ગાવામાં જામે, સતી સુતનો સાર, ખાંતીલાને ખરેખરો, તારો છે આધાર.

મરકીનો ગરબો

આદી ગણેશજીને પાપ, મનુ મરકીઓ માય, તમે કરજો મને સહાય.
તમે કરજો મને સહાય, જોડુ ગરબો હું, સોખી મુંબઇ સરખું શહેર, યીતથી આવ્યા મરકી બેન.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો